ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahuva પંથકમાં વરસાદી માહોલને લઈ જીવાદોરી સમાન ત્રણે ડેમો છલકાયા, ખેડૂતોમાં ખુશીની લહેર

બગડ, રોજકી અને માલણ એમ ત્રણ ડેમો છલકાયા આજે માલણ ડેમ પણ ઓવર ફ્લો થયો હોવાનું સામે આવ્યું ડેમ ઓવર ફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર Mahuva: ગુજરાતના આ વખતે સારો એવો વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના...
09:32 PM Oct 05, 2024 IST | VIMAL PRAJAPATI
Malan Dam, Mahuva
  1. બગડ, રોજકી અને માલણ એમ ત્રણ ડેમો છલકાયા
  2. આજે માલણ ડેમ પણ ઓવર ફ્લો થયો હોવાનું સામે આવ્યું
  3. ડેમ ઓવર ફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર

Mahuva: ગુજરાતના આ વખતે સારો એવો વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમો છલકાયા હોવાનું સામે આવ્યું છે. મહુવા (Mahuva) પંથકમાં વરસાદી માહોલને લઈ જીવા દોરી સમાન ત્રણે ડેમો છલકાયા હોવાનું સામે આવ્યું છે. મહુવા પંથકમાં બગડ, રોજકી અને માલણ એમ ત્રણ ડેમો આવેલા છે. નોંધનીય છે કે, જેમાં બગડ અને રોજકી અગાઉ છલકાઇ ચૂક્યા છે ત્યારે આજે માલણ પણ ઓવર ફ્લો થયો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આખા ગુજરાતમાં લગભગ એક જ ડેમ ઓટોમેટીક 46 દરવાજા વાળો છે. પાણીની સપાટી ઊંચી આવે એટલે તરત જ આ દરવાજાઓ ઓટોમેટીક ખુલી જાય છે.

આ પણ વાંચો: સ્વામિનારાયણના સ્વામીના બફાટનો ચોતરફ વિરોધ, અનેક લોકો આ નિવેદનને વખોડ્યું

ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 11.43 MCM પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવતો આ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતા દિવસોમાં મહુવાના ખેડૂતોને પિયતના પાણીનો પ્રશ્ન નહીં રહે તેવું ડેમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, અત્યારે ગુજરાતમાં આગાહીમાં થોડા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: 200 થી 300 જેટલા પેન્શનરોને નથી મળ્યું છેલ્લા બે માસથી પેન્શન, જાણો શું છે કારણે....

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી

આ નવરાત્રિમાં દરમિયાન વરસાદની શક્યતાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજથી જ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ સાથે સાથે 16 થી 22 દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે, તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gondal: પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય, જુઓ આ અદભુત તસવીરો

Tags :
Dam overflowedGujarati NewsMahuva DamMahuva Malan DamMahuva NewsMalan Dam - MahuvaMalan Dam overflowedVimal Prajapati
Next Article