Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal : ચોમાસામાં વરસાદી પાણી શહેરી વિસ્તારોમાં ગટર અને વરસાદી ભરાયા

ચોમાસામાં વરસાદી પાણી શહેરી વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ભરાવાના દ્રશ્યો ઠેક ઠેકાણે જોવા મળતા હોય છે ત્યારે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા મોટું બજેટ ફાળવીને પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં વસ્તી...
10:20 PM Jul 13, 2023 IST | Viral Joshi

ચોમાસામાં વરસાદી પાણી શહેરી વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ભરાવાના દ્રશ્યો ઠેક ઠેકાણે જોવા મળતા હોય છે ત્યારે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા મોટું બજેટ ફાળવીને પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં વસ્તી બાહુલ્ય ધરાવતા એવા કેટલાય વિસ્તારો છે જે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રિ-મોન્સૂન કામગીરીની રાહ જોઈ રહ્યા છે.

ગંદકીનું સામ્રાજ્ય, લોકોમાં રોષ

પરંતુ ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર, રામેશ્વરનગર સોસાયટી, ચિત્રા ખાડી ફળીયાના વિસ્તારોમાં ચોમાસાના પાણીનો નિકાલના અભાવે ગટર ઉભરવતા ગટરનો અને વરસાદી પાણીનો જમાવડો થતાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે જેથી અહીંના રહીશોમાં પાલિકા તંત્રની રેઢિયાળ નીતિ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સાથે પાણીના જમાવડા વચ્ચે પોતાનો જીવન જીવી રહ્યા છે.

શા કારણે ભારાઈ જાય છે પાણી?

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા અંદાજિત 2 લાખ ઉપરાંતની વસ્તી ધરાવતું શહેર છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના વિસ્તારો નીચાણ વાળા છે. જેને લઇ દરેક ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જાય છે. ગોધરાના ખાડી ફળિયા, આશાદીપ સોસાયટી, ચિત્રા ફળિયા, ગાયત્રીનગર આ એવા વિસ્તારો છે જે ચોમાસા માં વરસાદી પાણી ભરાવાને લઇ જાણે કોઈ આયલેન્ડ હોય તેવી સ્થિતિમાં આવી જતા હોય છે.

પ્રિ-મોનસૂન કામગીરી કાગળ પર

ભૂતકાળમાં આ વિસ્તારોમાં તો કેટલીક વખત વધારે વરસાદમાં લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની સ્થિતિ પણ ઉદ્યભવી છે ત્યારે સ્થાનિક લોકોના આક્ષેપો છે કે, આ વિસ્તારોમાં આજદિન સુધી ગોધરા નગરપાલિકા દ્વારા સફાઈ કે પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવતી નથી. ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમાં આવેલા રામેશ્વરનગર સોસાયટી, ગાયત્રી સોસાયટી ચિત્રાખાડી ફળીયા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થઈ રહ્યો છે.

રજુઆતો કરીને થાક્યા નગરજનો

પાલિકા તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ધોરણે હલ લાવવામાં આવતો નથી. વળી પાલિકાના સત્તાધિશો દ્વારા અહીંના સ્થાનિકોને જ્યારે-જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે પાઇપલાઇન મારફતે પાણીના નિકાલની ખાતરી આપી સાંત્વના આપવામાં આવતી હોય છે પરંતુ જેના બાદ પરિસ્થિતિ યથાવત જોવા મળતાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

રોગચાળો વકરવાની વકી

ગોધરાના સૌથી નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ચોમાસામાં લોકોની હાલત દયનિય થઇ જતી હોય છે અહીંના રહેવાસીઓ ભારે વરસાદમાં પોતાના ઘરના ધાબા પર રહેવા માટે મજબુર બને છે અને ઘરના નીચલા ભાગમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળે છે દર ચોમાસામાં અહીંની ગટરો અને ખાડ કુવા ઉભરાઈ જતા હોય ગંદકી પણ અસહ્ય થઇ જાય છે સાથે જ મચ્છરો નો ત્રાસ પણ સહન કરતા હોય છે ચોમાસામાં રોગચાળો ફેલાવાનો સૌથી વધુ ભયઆ વિસ્તારોમાં ઉદ્ભવે છે ત્યારે આ વિસ્તાર ચોમાસામાં જાણે શહેરથી વિખૂટો પડી જતો હોય તેમ ગોધરા નગર પાલિકાઆ વિસ્તાર પ્રત્યે ઉપેક્ષા સેવતી જોવા મળે છે.

સ્થાનિકોના આક્ષેપો

સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે કે, પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થાય છે અને તેના નામે મોટો ભ્રષ્ટાચાર થાય છે, હાલ અહીંના રહેણાંક મકાનોની આગળ જમાવડો થયેલા વરસાદીના પાણીને લઈ હાલ અસહ્ય અને પારાવાર ગંદકીનું સામ્રાજ્ય તથા મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે, જેથી અહીં વસવાટ કરતાં રહીશો ની હાલત ખૂબ જ કફોડી બનવા સાથે બાળકો મચ્છરજન્ય બીમારીઓના લપેટમાં આવવાની દહેશત વચ્ચે શાળાએ અભ્યાસ કરવા જવા માટે મજબૂર બન્યા છે.

પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કાયમી ધોરણે કોઈ નિકાલ લાવવામાં નહીં આવતાં અહીંના રહીશો ખૂબ જ રોષે ભરાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ આ વિસ્તારોમાં ગટરના અને વરસાદી પાણી ભરાઈ જતા મોટા પાયે રોગચાળો ફાટી નીકળવાનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

શું કહે છે તંત્ર?

ગોધરા નગર પાલિકાના સેનેટરી અધિકારીને આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આગાઉ પણ આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયો હોવાની રજુઆત મળેલ હતી અને તે જ સમયે જેસીબી દ્વારા નાળા ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા, ત્યારે હાલ પણ ત્યાં વરસાદી પાણી ભરાયો હોય તો વહેલી તકે આ પાણી નો નિકાલ કરવા માટે નગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે. જયારે ખરેખર જો જમીની હકીકત જોઈએ તો કૈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે. ગોધરાના ખાડીફાડીયા, આશાદીપ સોસાયટી, ચિત્રા ખાડી ફળિયા અને ગાયત્રી નગર અને રામેશ્વર નગર જેવા વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી અને ગટરો ભરાઈ ગયેલી જોવા મળે છે ખાસ આ વિસ્તાર માટે પ્રિ મોન્સૂન કામગીરી કરી હોવાની વાત કરતા પાલિકાના ઓફિસર ની વાતો હવામાં તિર મારવા સમાન હાલ દેખાઈ રહી છે.

અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ

આ પણ વાંચો : BARWALA : ચોકડી ગામે ઘર પાસે ભરાયેલા પાણીના નાના ખાડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત

Tags :
GodhraMonsoonpanchmahalRain
Next Article