Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: આજે વહેલી સવારથી શહેરમાં શરૂ થયો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ શરૂ થયો Ahmedabad: ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય...
ahmedabad  આજે વહેલી સવારથી શહેરમાં શરૂ થયો વરસાદ  વાતાવરણમાં પ્રસરી ઠંડક
  1. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
  2. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી
  3. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ શરૂ થયો

Ahmedabad: ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આપણાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી રહીં છે. જેથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી અમદાવાદ (Ahmedabad)ના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના સરખેજ, શિવરંજની, નવા વાડજ, એસજી હાઈવે, ચાંદલોડિયા અને બોપલ સહિતના વિસ્તારોમાં ધીમેધારે વરસાદ શરૂ થયો છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વ્યારામાં 8.5 ઇંચ વરસાદ થયો

વાતાવરણના કારણે શહેરનું વાતાવરણ શિતળ થયું

નોંધનીય છે કે, વાતાવરણના કારણે શહેરનું વાતાવરણ શિતળ થયું છે. અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ શરૂ થતાની સાથે જ શહેરનું વાતાવરણ 5 ડિગ્રી ઓછું થયું છે. આ સાથે હજી પણ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. કાલની વાત કરવામાં આવે તો બોપલ, નરોડા અને મણિનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. બુધવારે ઝાપટાં પડ્યા પછી ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી ગગડીને 34.2 અને લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 25.2 ડિગ્રી નોંધાયું હતું.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar: 29 જિંદગી સામે પ્રશાસન લાચાર! સ્થાનિકોની કોઠા સુજે બચાવ્યો તમામ લોકોનો જીવ

24 કલાકમાં કુલ 212 તાલુકાઓને વરસાદ નોંધાયો

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે, વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 212 તાલુકાઓને વરસાદ નોંધાયો છે. આ 24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યાં વ્યારામાં 8.5 ઇંચ અને સોનગઢમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ રીતે તાપીના ખેડૂતો માટે આશા નું એક નવું કારણ બન્યું છે, કારણ કે આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે.

Advertisement

આ પણ વાંચો: Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં ? હવામાન નિષ્ણાતે કરી આ આગાહી

Tags :
Advertisement

.