ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Vidyapith ના પૂર્વ સત્તાધીશોની કામગીરી સામે પ્રશ્નાર્થ! પહેલા વિદ્યાપીઠમાં ગંદકીનું સામ્રાજ્ય હતું - કુલાધિપતિ

અગાઉના સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં હતાશા અને નિરાશા હતીઃ રાજ્યપાલ પ્રથમવાર આવ્યો ત્યારે વિદ્યાપીઠની હોસ્ટેલ ગંદકીનો નમૂનો હતીઃ રાજ્યપાલ Gujarat Vidyapith: ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક મહત્વપૂર્ણ નિવેદન કરતા અગાઉના સત્તાધિશોની કામગીરી...
01:27 PM Oct 19, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Vidyapith
  1. અગાઉના સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
  2. પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં હતાશા અને નિરાશા હતીઃ રાજ્યપાલ
  3. પ્રથમવાર આવ્યો ત્યારે વિદ્યાપીઠની હોસ્ટેલ ગંદકીનો નમૂનો હતીઃ રાજ્યપાલ

Gujarat Vidyapith: ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક મહત્વપૂર્ણ નિવેદન કરતા અગાઉના સત્તાધિશોની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના બંધારણમાં ફેરફાર કર્યા બાદ વિદ્યાપીઠના સર્વોચ્ચ હોદ્દા પર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠના કુલાધિપતી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જે અંગે વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ના વહીવટ સંદર્ભે પણ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોએ વાંધો પણ ઉઠાવ્યો હતો. જે બાદ હવે વિદ્યાપીઠના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રતે અગાઉના સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને પહેલાની સ્થિતિ અને હાલની સ્થિતિ સરખામણી કરી છે.

એક વર્ષ પહેલા વિદ્યાપીઠમાં ગંદકીનું સામ્રાજ્ય હતુંઃ રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને કહ્યું કે, એક વર્ષ પહેલા વિદ્યાપીઠમાં ગંદકીનું સામ્રાજ્ય હતું, વિદ્યાપીઠમાં હતાશા અને નિરાશા હતી. કર્તવ્યપરાયણતાના સંકલ્પનો અભાવ હતો, એટલે કે ગાંધીજી દ્વારા સ્થાપિત સંસ્થામાં જ સ્વચ્છ બાબતે જાગૃતતાનો અભાવ હતો. જ્યારે વિદ્યાપીઠ પરિસરમાં પ્રથમવાર આવ્યા ત્યારે તેમને જોયું કે વિદ્યાપીઠની હોસ્ટેલ ગંદકીનો નમૂનો હતો, ત્યાં જઈને મનમાં પીડા થતી હતી. ગાંધીજી માનતા હતા કે, શૌચાલયમાં પણ વિવિધ સ્વચ્છતા હોવી જોઈએ કે જ્યાં બેસીને સંધ્યા કરી શકાય. એક તરફ જ્યાં વિદ્યાપીઠના સ્થાપક ગાંધીજીમાં સ્વચ્છતા માટે વિઝન હતું અને વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતાનો અભાવ હતો. જોકે પાછલા એક વર્ષમાં ટ્રસ્ટી મંડળ, કુલપતિ અને વિદ્યાર્થીઓએ મળીને નવી દિશા પકડી છે.

 આ પણ વાંચો: ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય

વિદ્યાપીઠની હાલની પરિસ્થિતિને લઈને રાજ્યપાલનું નિવેદન

ટૂંકમાં કહીએ તો કુલાધિપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)માં સ્વચ્છતાની બાબતમાં અને વહીવટની બાબતમાં સારી કામગીરી થઈ રહી હોવાનું કહ્યું છે. આ સાથે સાથે તેમને પણ ઉલ્લેખ કર્યો કે, વિદ્યાપીઠની હાલની પરિસ્થિતિ જોઈને ગાંધીજી જ્યાં હશે ત્યાં તેમને આશીર્વાદ આપી રહ્યા હશે. માત્ર આટલું જ નહીં પરંતુ તેમને હાલની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ ટકોર કરી અને ગાંધીજીની લોકોને શિક્ષિત કરવાની શિક્ષણ પદ્ધતીને યાદ કરી હતી.

આ પણ વાંચો: VADODARA : "સ્વચ્છતાને સંસ્કાર બનાવો", મુખ્યમંત્રીની ટકોર

રાજ્યપાલે વર્તમાન શિક્ષા પદ્ધતિ અંગે પણ કરી ટકોર

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર, આતંકવાદ અહિંસા, બેઇમાની અને આગચંપી અને અહિંસા અભણ માણસો નથી કરતા, પરંતુ ભણેલા ગણેલા લોકો કરે છે. આતંકવાદ પણ ભણેલા ગણેલા ડિગ્રીધારક લોકો જ મચાવતા હોય છે. જે માટે તેમને ઓસામા બિન લાદીનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, લાદેન ભણેલો હતો અને આતંકવાદ ફેલાવ્યો મતલબ કે તેમને વર્તમાન શિક્ષા પદ્ધતિ અંગે ટકોર કરી. ગાંધીજી જીવન ઘડતર માટે ઉપયોગી સાબિત થાય એ પ્રકારનું શિક્ષણ આપવા માંગતા હતા, હાલનું શિક્ષણ માણસને માણસ નહીં બનાવી શકે.

આ પણ વાંચો: Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે દાખલ થયો ગુનો, જાણો કારણ

નોંધનીય છે કે, ગૂજરાત વિદ્યાપીઠની સ્વચ્છતા, શિક્ષણ અને સ્થિતિને લઈને મહત્વી વાત કરી હતી. એટલું જ નહીં પરંતુ ગૂજરાત વિદ્યાપીઠના અગાઉના સત્તાધિશોની કામગીરી સામે સવાલ કર્યાં છે. હવે મહત્વની વાત એ છે કે, શું આ મામલે વિદ્યાપીઠના અગાઉના સત્તાધીશો શું જવાબ આપે છે કે કેમ? પરંતુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગૂજરાત વિદ્યાપીઠને લઈને ખુબ જ મોટું નિવેદન આપ્યું છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

Tags :
Acharya DevvratAcharya Devvrat statementChancellor of Gujarat VidyapithFormer authorities of Gujarat VidyapithGujarat Vidyapithgujarat vidyapith NewsGujarati NewsVimal Prajapati
Next Article