Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal News : ખનીજ માફિયાઓ સામે આંદોલનની તૈયારી, ન્યાય એજ કલ્યાણ ગ્રૂપનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર

તાજેતરમાં જ ગોંડલ તાલુકાના રીબડા ગામે માથાભારે ઈસમો દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોવાને લઈને ગ્રામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને  આવેદનપત્ર પાઠવીને આંદોલનની  ચિમકી ઉચ્ચારી હતી.રીબડાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરીયા દ્વારા રીબડા ગામે ખનીજ માફિયાઓ દ્વારા ખનન કરીને પર્યાવરણને પણ વ્યાપક...
gondal news   ખનીજ માફિયાઓ સામે આંદોલનની તૈયારી  ન્યાય એજ કલ્યાણ ગ્રૂપનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર
તાજેતરમાં જ ગોંડલ તાલુકાના રીબડા ગામે માથાભારે ઈસમો દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોવાને લઈને ગ્રામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને  આવેદનપત્ર પાઠવીને આંદોલનની  ચિમકી ઉચ્ચારી હતી.રીબડાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરીયા દ્વારા રીબડા ગામે ખનીજ માફિયાઓ દ્વારા ખનન કરીને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન કરવામાં આવતું હોવાનું જણાવીને જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા આગામી દિવસોમાં પગલા ભરવામાં નહી આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચિમકી ઉચ્ચારી હતી.જેમના સમર્થનમાં ગોંડલના ન્યાય એજ કલ્યાણ ગ્રુપે પણ આજે ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટર સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ સાથે જ ન્યાય એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ખનીજ માફિયાઓ,પ્રદુષણ માફિયાઓ અને પર્યાવરણને નુકસાન કરતા લોકો સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી.
ગોંડલના ન્યાય એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ છે કે ગોંડલ તાલુકાના રીબડા ગામના જાગૃત નાગરીકો દ્વારા રીબડા ગામે સરકારી જમીનોમાં ખનન થયેલ હોવાની ફરિયાદ કરેલ છે.જે આવેદનપત્રને અમો સમર્થન આપીએ છીએ અને તેમના સમર્થનમાં સમાયંતરે આંદોલન કરવાની તૈયારી બતાવી હતી.
આ સાથે જ ગોંડલ ન્યાય એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર અને સભ્યો દ્વારા ગોંડલ શહેરની આજુબાજુ ઓદ્યોગિક વસાહત ઉપરાંત તાલુકાના ભુણાવા,બિલીયાળા,સડક પીપળીયા,ભરૂડી,સેમળા,ભોજપરા,અનીડા ભાલોડી,ગુંદાળા,જામવાળી,ચોરડી,પાટીદડ,વોરા કોટડા,મોટા ઉમવાડા,નાના ઉમવાડા સહિતના  અનેક ગામોમાં થયેલ ખનીજ ચોરી અંગે તપાસ કરીને પગલા ભરવાની માંગ કરી છે.ખનીજ માફિયાઓએ ચોરી કરેલ મોટા ભાગનું ખનીજ ઉદ્યોગોમાં જતુ રહ્યું હોવાના આક્ષેપો સાથે ન્યાય એજ કલ્યાણ ગ્રુપ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.ત્યારે આ બનાવમાં ખનીજ માફિયાઓ સામે તંત્ર ઉંઘતું હોય ઝડપાયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.આ સાથે જ ગોંડલનું રાજકારણ ગરમાયું હોવાની પણ વિગતો સામે આવી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Advertisement
Tags :
Advertisement

.