Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પુરજોશમાં પ્રિ-મોન્સુન કામગીરી

અહેવાલઃ આશીષ પટેલ, નર્મદા  સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આજથી પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ વર્ષે પણ સારા ચોમાસાની શકયતાએ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓને કારણે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં...
સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પુરજોશમાં પ્રિ મોન્સુન કામગીરી
Advertisement

અહેવાલઃ આશીષ પટેલ, નર્મદા 

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આજથી પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ વર્ષે પણ સારા ચોમાસાની શકયતાએ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓને કારણે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

હાલ નર્મદા બંધના ઉપરવાસમાંથી 10575 હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ બંધની જળસપાટી 118 મીટર છે. સરોવરમાં 2100 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે.

ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધન 30 રેડિયલ ગેટ માંથી 23 ગેટ નું કામ પૂર્ણ કરી દેવામાં આવશે જે 30X 30 ના મીટરના ગેટ છે અને 7 ગેટ 30X 26 મીટર ના ગેટ છે.

જે સરળતાથી અપ એન્ડ ડાઉન થાય કોઈ ઇમર્જન્સી માં ગેટ ખોલવાનો વારો આવે તો આ અટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં 30માંથી 5 ગેટનું કાર્ડિયલ કમ્પોઉન્ડ લિકવીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×