Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોવીયાના પ્રમુખરાજ એજયુ. ટ્રસ્ટના સંચાલકને ચેક રીટર્ન કેસમાં સજા

ગોંડલના મોવીયાના પ્રમુખરાજ એજયુકેશન ટ્રસ્ટના સંચાલકને ચેક રીટર્ન કેસમાં સજા ફટકારવામાં આવી છે. આ કેસની હકીકત એવા પ્રકારની છે કે આ કામના આરોપી હિરેનભાઇ મગનભાઇ ખુંટ (રહે. મોવીયા તા. ગોંડલવાળા) મોવીયા મુકામે પ્રમુખરાજ એજયુ. ટ્રસ્ટના નામની સ્કુલનું સંચાલન કરે છે....
મોવીયાના પ્રમુખરાજ એજયુ  ટ્રસ્ટના સંચાલકને ચેક રીટર્ન કેસમાં સજા

ગોંડલના મોવીયાના પ્રમુખરાજ એજયુકેશન ટ્રસ્ટના સંચાલકને ચેક રીટર્ન કેસમાં સજા ફટકારવામાં આવી છે. આ કેસની હકીકત એવા પ્રકારની છે કે આ કામના આરોપી હિરેનભાઇ મગનભાઇ ખુંટ (રહે. મોવીયા તા. ગોંડલવાળા) મોવીયા મુકામે પ્રમુખરાજ એજયુ. ટ્રસ્ટના નામની સ્કુલનું સંચાલન કરે છે. તેઓને તેમના સ્કુલનાં વિકાસ માટે નાણાની જરૂરીયાત ઉભી થતા વર્ષ-2017માં તેઓના મિત્ર આ કામના ફરિયાદી વસંતભાઇ રમેશભાઇ વાડોદરીયા (રહે.ગોંડલવાળા) પાસેથી રૂપિયા ત્રેપન લાખ પુરા હાથ ઉછીના વગર વ્યાજે મિત્રતાના નાતે લીધેલા અને રકમ પરત કરવા માટે કુલ ત્રણ ચેકો અનુક્રમે રૂા. 8,00,000, રૂા.9,90,000 તથા રૂા.35,00,000નાં આપેલાતે પૈકી ફરીયાદીએ સને 2017માં રૂા. 8,00,000 તથા રૂા.9,90,000ના ચેકો બેંકમાં નાખતા બંને ચેકો પરત કરેલા અને ફરીયાદીને નાણા મળેલ નહિ.

Advertisement

જેથી ફરીયાદીએ રાજકોટ કોર્ટમાં નેગો. એટક કલમ 138 તળે બંને ચેકો અંગે ફો.કેસ.નં. 12450/2017 તથા 12452/2017થી ફરિયાદ કરેલ તેમજ રૂા. 35,00,000ના ચેક અંગે પણ ફરિયાદ કરેલ જે ફો.કેસ નં. 7647/2019થી ના. કોર્ટમાં હાલ પેન્ડીંગ છે. ઉપરોકત ફો.કેસ નં.12450/2017 તથા 12452/2017, સ્પે. નેગો. કોર્ટમાં ચાલી જતા કોર્ટએ ફરિયાદીના વકીલ રાજેશભાઇ વાળાની દલીલો તથા ફરીયાદના કામે રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટસ પર આધાર રાખી કોર્ટેએ ઠરાવેલ કે કાયદાનાં સિધ્ધાંત મુજબ આરોપીએ અનુમાનોનું ખંડન કરવું જોઇએ.

Advertisement

આ કામમાં આરોપી અનુમાનોનું ખંડન કરવા કોઇ પ્રયત્ન કરેલ નથી આમ અનુમાનોનું ખંડન કરવામાં આરોપી નિષ્ફળ ગયેલ છે. બંને કેસમાં આરોપી હિરેનભાઇ મગનભાઇ ખુંટ રહે. મોવીયા તા. ગોંડલવાળાને તકસીરવાન ઠરાવી એક એક વર્ષની સાદી કેદની શિક્ષા કરવામાં આવે છે. તેમજ આરોપીએ ફરિયાદીની લેણી રકમ દિન-60માં ચુકવી આપવી. એવો હુકમ ફરમાવેલ છે. આ કામમાં અરજદાર / ફરીયાદી વસંતભાઇ રમેશભાઇ વાડોદરીયા તરફે વકીલ રાજેશભાઇ વાળા તથા વૈશાલીબેન નગરીયા રોકાયેલ હતા.

અહેવાલ -વિશ્વાસ ભોજાની ,ગોંડલ 

Advertisement

આ પણ  વાંચો-જમીનનું ધોવાણ રોકવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેન્ગ્રેવ રોપાના વાવેતરનો શુભારંભ 

Tags :
Advertisement

.