Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રજ્ઞાચક્ષુ નિલેશ ડાંગર 105 દિવસથી કરી રહ્યા છે મા રેવાની પરિક્રમા, આ રીતે જાણે છે રસ્તો કાચો છે કે પાકો

પવિત્ર યાત્રાધામ ચાંદોદના મલ્હારાવ ઘાટ પાસે મધ્યપ્રદેશના પ્રજ્ઞાચક્ષુ યુવાન નર્મદા પરિક્રમા કરતાં આવી પહોંચતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું. નર્મદા નદીની પરિક્રમાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજે મૂળ મધ્યપ્રદેશના નિલેશ ડાંગર કે જે બાળપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે તેઓ છેલ્લા 105...
પ્રજ્ઞાચક્ષુ નિલેશ ડાંગર 105 દિવસથી કરી રહ્યા છે મા રેવાની પરિક્રમા  આ રીતે જાણે છે રસ્તો કાચો છે કે પાકો

પવિત્ર યાત્રાધામ ચાંદોદના મલ્હારાવ ઘાટ પાસે મધ્યપ્રદેશના પ્રજ્ઞાચક્ષુ યુવાન નર્મદા પરિક્રમા કરતાં આવી પહોંચતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું. નર્મદા નદીની પરિક્રમાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજે મૂળ મધ્યપ્રદેશના નિલેશ ડાંગર કે જે બાળપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે તેઓ છેલ્લા 105 દિવસથી નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે, તેઓ આજરોજ ચાંદોદ મલ્હારાવઘાટ પાસે આવી પહોંચતા ચાંદોદના ભૂદેવો, મા નર્મદે હર ગ્રુપ, અને મા રેવા ભક્તિ સંગઠન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

લાકડીના અવાજથી તેઓ પરિક્રમા કરી રહ્યા છે.જે પ્રતીત કરી બતાવ્યું

નિલેશ ડાંગર પોતે બાળપણથી પ્રજ્ઞાચક્ષુ છે.જે એકલા જ આ પરિક્રમા કરી રહ્યા છે . પોતાનો અનુભવ લોકો ને જણાવતાં તેમણે કહ્યું હતું કે લાકડીના અવાજથી એટલે કે પાક્કા રસ્તા ઉપર ડંડો ખખડાવાથી અવાજ જોરથી આવે છે અને કાચા રસ્તા ઉપર ડંડો ખખડાવવાથી અવાજ મંદ ગતિ આવે છે એટલે તેઓને ખબર પડે છે કે તેઓ રસ્તાના કિનારા પાસે ચાલી રહ્યા છે. તેમજ જ્યારે પોતે પરિક્રમા કરતા હોય છે ત્યારે રસ્તામાં કેટલા વિધ્ન પણ આવતા હોય છે. પરંતુ તે વિધ્નને તેઓ આસાનીથી પાર કરી જતા હોય છે. એટલું જ નહીં પરંતુ તેઓ પરિક્રમા કરી રહ્યા હોય છે, ત્યારે રસ્તામાં જો ગૌમાતા આવતા હોય છે તો ગૌમાતા પણ તેઓની નજીક આવતા જ ગૌમાતા રસ્તો બદલી નાખતા હોય છે. એટલે તેઓ જણાવ્યું હતું કે માં નર્મદા મૈયા સાક્ષાત છે માટે નર્મદા મૈયા પ્રત્યે અપાર શ્રદ્ધા પણ રહેલી છે.

Advertisement

પ્રજ્ઞાચક્ષુ યુવાન 105 દિવસથી નર્મદા મૈયાની પરિક્રમા

Advertisement

મધ્યપ્રદેશના બુઘની જિલ્લાના ઇન્દોર ગામના 38 વર્ષીય નિલેશ ડાંગર કે છેલ્લા 105 દિવસથી આ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે, તેઓ ચાંદોદના મલ્હારરાવ ઘાટ પાસે આવી પહોંચતા સ્થાનિક લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને નર્મદા મૈયા પ્રત્યે અપાર શ્રદ્ધા રહેલી છે. તેઓએ જણાવ્યું હતું કે, મા નર્મદા સાક્ષાત છે. મા નર્મદાને સ્વચ્છ રાખવી જોઈએ, તેમાં ગંદકી કરવી જોઈએ નહીં. શ્રધ્ધાપૂર્વક ભક્તિભાવથી નર્મદા મૈયાની પરિક્રમા કરવાથી અવશ્ય મા નર્મદા તમારી મનોકામના પૂર્ણ કરશે.

પરિક્રમા માટેનો સમયગાળો

મા નર્મદાની પરિક્રમા કરવા માટે ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધીના સમયગાળામાં શ્રદ્ધાળુઓ પગે ચાલતાં શ્રદ્ધાપૂર્વક મા નર્મદાની પરિક્રમા કરતા હોય છે અને આ સમયગાળા દરમિયાન જ ભક્તો નર્મદાની પદયાત્રા કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પરિક્રમા કરવા માટે ભારતભરમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાતા હોય છે. એટલું જ નહીં પરંતુ મા નર્મદા પ્રત્યેની શ્રદ્ધા પણ લોકોમાં વધતી જાય છે.

ઉત્તરવાહિની પરિક્રમા એટલે મીની પરિક્રમા

ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર અમાસ સુધી પગપાળા નર્મદા મૈયા ની પરિક્રમા કરવામાં આવે છે. આ નર્મદાજીની ઉત્તરવાહિની એટલે મીની પરિક્રમા. આ રાજપીપળા નજીક રામપુરા ગામથી નર્મદા નદીના કાંઠા ઉપર કરવામાં આવે છે..તેને ઉત્તરવાહિની પરિક્રમા અથવા મીની પરિક્રમા કહેવામાં આવે છે, જેનો માર્ગ અંદાજે ૨૦ કિલોમીટર જેટલો હોય છે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે અને શ્રધ્ધાપૂર્વક મૉ નર્મદાજીની પરિક્રમા કરતાં હોય છે.

નર્મદા માતાને ચુંદડી અર્પણ કરી મહા આરતીનું આયોજન

છેલ્લા એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે અને માન નર્મદાને ચુંદડી અર્પણ કરતા હોય છે આ પ્રસંગે આજરોજ ઈન્દોરથી પધારેલ પ્રજ્ઞાચક્ષુનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ માં નર્મદાને ચુંદડી અર્પણ કરી મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. ઇન્દોરથી આવેલ પ્રજ્ઞાચક્ષુના હસ્તે મા નર્મદાજીની મહા આરતી કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.