ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Power lines in coastal area : સુરક્ષિત અને સતત પુરવઠા માટે સાગર કિનારે ભૂગર્ભ પાવર સપ્લાય

દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા ઓવરહેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી
03:43 PM Mar 25, 2025 IST | Kanu Jani
featuredImage featuredImage

Power lines in coastal area : વાવાઝોડા કે સાયકલોન જેવી કુદરતી આપત્તિ સમય-Natural calamities દરિયાકિનારાના જિલ્લાઓમાં વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા અને ખેડૂતોને સતત વીજળી મળી રહે તે માટે તબક્કાવાર ઓવર હેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.

તા. ૦૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં 'સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના' હેઠળ વીજ માળખું સુરક્ષિત અને વીજ પુરવઠો ચાલુ રહે તે માટે ૧૬.૯૭ વીજ લાઈનના બે વીજ ફીડરને રૂ.૨.૭૪ કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત કામો 

ઊર્જા મંત્રી શ્રી દેસાઈ (Kanubhai Desai) વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં રૂ. ૪,૯૬૪.૨૯ લાખ તેમજ જામનગર જિલ્લામાં રૂ. ૯,૨૫૬.૦૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખેડૂતો અને નાગરિકોના હિતમાં બીપરજોય વાવાઝોડા બાદ સાગરખેડૂ વિકાસ યોજના હેઠળ દરિયા કિનારાના જિલ્લાઓમાં અંડર ગ્રાઉન્ડ વીજળી લાઈન, નવા સબ સ્ટેશન, જર્જરિત વાયર બદલવા તેમજ નવા વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જર્જરિત વીજ લાઈનોના થાંભલા બદલવામાં આવ્યા

Power lines in coastal area -વિસ્તારમાં રૂ. ૨,૫૩૪ કરોડના ખર્ચે ૨૩૬ નવા સબ સ્ટેશન તેમજ રૂ. ૧૯૮ કરોડના ખર્ચે અંદાજે ૧.૩૦ લાખ નવા ખેત જોડાણ આપવામાં આવ્યા છે. આ 'સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના' વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૭-૦૮માં અમલમાં મૂકવામાં આવી હતી. ડિસેમ્બર ૨૪ સુધી આ યોજના અંતર્ગત કુલ રૂ.૧૦૦૯ કરોડના ખર્ચે ૭૩,૭૬૨ કિ.મી.જર્જરિત વીજ લાઈનો અને ૧. ૭૪ લાખથી વધુ થાંભલા બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.૨,૫૩૪.૬૯ કરોડના ખર્ચે ૨૩૬ નવા સબસ્ટેશનો બનાવવામાં આવ્યા છે. જ્યારે રૂ.૧,૯૯૮ કરોડના ખર્ચે ૧.૩૨ લાખથી વધુ નવીન ખેતીવાડી વીજ જોડાણ આપ્યા છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો-Assam Rifles : ‘શૌર્ય યાત્રા’નું કચ્છના રણ ખાતે સફળતાપૂર્વક સમાપન

Tags :
CM Bhupendra Patelkanubhai desainatural calamitiespm narendra modiPower lines