Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat cadre ના નવા 8 IPSને પોસ્ટિંગ, તમામને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા

Gujarat cadre IPS: હૈદરાબાદ ખાતેની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ આ આઠ આઈપીએસ (IPS)ને ગુજરાતમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
gujarat cadre ના નવા 8 ipsને પોસ્ટિંગ  તમામને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા
  1. હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પોસ્ટિંગ અપાયું
  2. નવી ઊભી કરવામાં આવેલી જગ્યાએ અપાયું પોસ્ટિંગ
  3. તમામને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા

Gujarat cadre IPS: ગુજરાતમાં એકબાજુ જૂના અધિકારીઓની બદલી કરવામાં આવી રહીં છે. ત્યાં બીજી બાજુ ગુજરાત કેટર (Gujarat cadre)ના આઠ આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતા તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, હૈદરાબાદ ખાતેની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ આ આઠ આઈપીએસ (IPS)ને ગુજરાતમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. વિગતો એવી પણ સામે આવી છે કે, આ તમામ આઈપીએસને નવી ઊભી કરવામાં આવેલી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: આ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, જૂની પેન્શન યોજના અંગે સરકારે પરિપત્ર કર્યો જાહેર

Advertisement

આઈપીએસને મદદનીસ પોલીસ અધિક્ષક તરીકે મુકવામાં આવ્યાં

મહત્વની વાત એ છે કે, આઈપીએસ (IPS)ને મદદનીસ પોલીસ અધિક્ષક તરીકે મુકવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ ગુજરાત કેડર (Gujarat cadre )ના આ તમામ આઈપીએસ અધિકારીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા. નોંધનીય છે કે, આ દરમિયાન રાજ્યપાલે નવા આઈપીએસ અધિકારીઓને શુભેચ્છા પણ પાઠવી હતી.

આ પણ વાંચો: Bhavnagar: ડૉક્ટર સાથે બની Honey Trap ની ઘટના, નગ્ન વીડિયો બનાવી માંગ્યા અધધ રૂપિયા

Advertisement

તમામ જગ્યાઓ નવી ઊભી કરવામાં આવી

વધારે વિગતે વાત કરીએ તો, નવા આઈપીએસ (IPS) અધિકારીઓને ક્રમશઃ અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, રાજકોટ ગ્રામ્ય, ગાંધીનગર, અમરેલી, જામનગર, જુનાગઢ અને ભરૂચ ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.મહત્વની વાત એ છે કે, આ તમામ જગ્યાઓ નવી ઊભી કરવામાં આવી છે. આઈપીએસ અધિકારીઓ ગુજરાત કેડરના છે અને હૈદરાબાદ ખાતે પોતાની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યાં છે.

આ પણ વાંચો: Accident: હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત! 3 ના મોત, 50 ઘાયલ

Tags :
Advertisement

.