Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Video : વરસતા વરસાદ વચ્ચે પોલીસે વૃદ્ધા અને નવજાત બાળકને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ગુજરાતના દરિયા કિનારે મંડરાય રહેલું Cyclone Biparjoy આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારે જખૌ બંદર નજીક ત્રાટકવાનું છે ત્યારે વહીવટી તંત્ર સજ્જ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનિય કામગીરી સામે આવી છે. કોરોના હોય કે...
video   વરસતા વરસાદ વચ્ચે પોલીસે વૃદ્ધા અને નવજાત બાળકને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ગુજરાતના દરિયા કિનારે મંડરાય રહેલું Cyclone Biparjoy આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારે જખૌ બંદર નજીક ત્રાટકવાનું છે ત્યારે વહીવટી તંત્ર સજ્જ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનિય કામગીરી સામે આવી છે. કોરોના હોય કે વાવાઝોડું ગુજરાત પોલીસના જવાનોએ હંમેશા ખાખીના રંગને ઉજાળ્યો છે.

Advertisement

વૃદ્ધા અને નવજાત બાળકને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

Cyclone Biparjoy ને લઈને મોરબી પોલીસ લોકોની મદદ માટે ખડેપગે છે ત્યારે વાંકાનેરમાં લોકોના સ્થળાંતરની કામગીરી વખતે શરૂ વરસાદે મહિલા પોલીસે વૃદ્ધા અને નવજાત બાળકને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

લોકોમાં પોલીસની સારી છાપ પડી

સામાન્ય રીતે લોકોમાં રહેલી પોલીસની કઠોર છાપ રહેલી હોય છે પરંતુ મોરબી જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ કરી ને લોકોની મદદ કરી રહી છે ત્યારે લોકોમાં પોલીસની પોઝિટિવ અસર છોડી છે.

Advertisement

આ પણ વાંચો : KUTCH : સંકટ સમયે 102 વર્ષના દિવ્યાંગ માજીને પોલીસે શેલ્ટર હોમમાં ખસેડ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.