Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nadiad: પોલીસ કર્મચારીએ ખાખીને લગાડ્યો દાગ! નડિયાદ પોલીસે નોંધી દુષ્કર્મની ફરિયાદ

Nadiad: નડિયાદ પશ્ચિમ પોલીસ મથક (Nadiad West Police Station)માં ખુદ પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાત અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે.
nadiad  પોલીસ કર્મચારીએ ખાખીને લગાડ્યો દાગ  નડિયાદ પોલીસે નોંધી દુષ્કર્મની ફરિયાદ
Advertisement
  1. નડિયાદમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
  2. નડિયાદમાં રક્ષક પોલીસ જ ભક્ષક બનતા નોંધાઈ ફરિયાદ
  3. પોલીસે યશપાલસિંહની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી

Nadiad: રાજ્યમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ અત્યારે એક એક પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, રક્ષણ કરવાવાલો જ ભક્ષક બન્યો છે. આવી સ્થિતિમાં લોકો કોની પાસે ફરિયાદ કરવા માટે જશે? નડિયાદ પશ્ચિમ પોલીસ મથક (Nadiad West Police Station)માં ખુદ પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાત અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે.

આ પણ વાંચો: Ahmedabad: ‘પોલીસ બાપ છે બીજું કોઈ...’ હત્યાના આરોપીઓની શાન આવી ઠેકાણે

Advertisement

પોલીસે કર્મચારી યશપાલ સિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

વિગતે વાત કરવામાં તો,નડિયાદ પશ્ચિમ પોલીસ મથક (Nadiad West Police Station)માં ફરજ બજાવતા યશપાલ સિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વિગતો એવી પણ સામે આવી છે કે, ફેસબુકના માધ્યમથી પરિણીતા સાથે સંપર્કમાં આવ્યા હતા. ત્યારે બાદ યશપાલ સિંહે લગ્નની લાલચ આપી પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ યશપાલસિંહ પોતે પરણીત હોવાનું બહાર આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે. જે મામલે અત્યારે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : પૂર્વ કોર્પોરેટરના પુત્રનો હત્યારો બાબર નશેડી હોવાનો વીડિયો વાયરલ

પોલીસે યશપાલસિંહની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી

નડિયાદ પોલીસે અત્યારે યશપાલસિંહની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ એક પોલીસ કર્મચારી આવી રીતે મહિલાઓ સાથે વર્તન કરશે તો સામાન્ય લોકો કોની પાસે ફરિયાદ કરવા માટે જશે? શું આવી રીતે પોલીસની શાન આગલ આવશે? આ મામલો યોગ્ય અને સચોટ પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બની ગયું છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે પોલીસે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ તે ઈચ્છનીય છે.

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં લેડી ડોન પલ્લવી પાટીલના આંતકે હદ વટાવી! કરતૂત CCTVમાં થઈ કેદ

Tags :
Advertisement

Trending News

.

×