Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક, Asarwa Civil Hospital માં વધારાઈ સુરક્ષા

હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ કૅન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટિમ તૈનાત Asarwa Civil Hospital: કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બનેલી ઘટનાને લઈને અત્યારે દેશભરમાં...
કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક  asarwa civil hospital માં વધારાઈ સુરક્ષા
  1. હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા
  2. જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ
  3. કૅન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા
  4. રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટિમ તૈનાત

Asarwa Civil Hospital: કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બનેલી ઘટનાને લઈને અત્યારે દેશભરમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ અસારવા સિવિલ (Asarwa Civil Hospital) સજ્જ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital)માં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Tharad: IMA ડૉક્ટરો OPD સહિત રૂટિન કામગીરીથી રહ્યા અળગા, ન્યાય માટે નાયબ કલેકટરને આવેદન

રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટિમ તૈનાત કરવામાં આવી

સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ હતી. મળતી વિગતો પ્રમાણે કૅન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા. જેના કારણે રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટિમ તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ડોક્ટર ઇમરજન્સીમાં જાય તો શી ટીમ સાથે જશે. આ સાથે સાથે રાત્રે મોડા મહિલા કર્મચારીને ઘરે જવામાં પણ મદદ કરશે.

Advertisement

આ પણ વાંચો: બનાસકાંઠામાં ગુલ્લીબાજ આરોગ્યકર્મીઓનો ઘટસ્ફોટ, આરોગ્ય અધિકારી ચાલુ પગારે...

મહિલા તબીબના કેસને લઈને આખા દેશમાં ભારે વિરોધનો માહોલ

નોંધનીય છે કે, કોલકાતામાં જે ઘટના બની તેને લઈને અત્યારે આખા દેશમાં ભારે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં ડૉક્ટોર સહિતા નર્સો દ્વારા આ ઘટનાને લઈને ન્યાયની માંગણી કરવામાં આવી રહીં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોલકાતામાં બનેલી ઘટનાની વાત કરવામાં આવે તો, કોલકાતાના 31 વર્ષીય ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં પીડિતાના માતા-પિતાનું દર્દ ફરી એકવાર વધી ગયું છે. લેડી ડોક્ટરના પિતાએ લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની 'દીકરીનું નામ' લેવાનું ટાળે. તેમણે કહ્યું કે લોકોએ તેમની પુત્રીના 'વિકૃત શરીર'ની તસવીરો શેર ન કરવી જોઈએ. તેમણે લોકોને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા પણ કહ્યું.

Advertisement

આ પણ વાંચો: Kolkata Case: પ્લીઝ..મારી દિકરીના ફોટા અને નામ શેર ના કરો, પેરેન્ટ્સની...

Tags :
Advertisement

.