Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને ગિફ્ટમાં અંડર ગારમેન્ટ આપતા છેડતીની ફરિયાદ નોંધાઈ

સોશિયલ મીડિયાના જમાનામાં હવે છેડતીના અનેક બનાવો સામે આવતા હોય છે ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક ખાનગી શાળામાં ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને પ્લાસ્ટિકની કોથળીમાં ગિફ્ટ આપી હતી મહિલા શિક્ષિકાએ ગિફ્ટ તપાસતા તેમાંથી અંડર ગારમેન્ટ નીકળતા તેણીએ ટ્રસ્ટી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે....
03:26 PM Jul 15, 2023 IST | Viral Joshi

સોશિયલ મીડિયાના જમાનામાં હવે છેડતીના અનેક બનાવો સામે આવતા હોય છે ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક ખાનગી શાળામાં ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને પ્લાસ્ટિકની કોથળીમાં ગિફ્ટ આપી હતી મહિલા શિક્ષિકાએ ગિફ્ટ તપાસતા તેમાંથી અંડર ગારમેન્ટ નીકળતા તેણીએ ટ્રસ્ટી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.

ગિફ્ટમાં અંડર ગારમેન્ટ આપ્યા

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક શૈક્ષણિક શાળાના ટ્રસ્ટીએ તેમની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી મહિલા શિક્ષિકાને ગિફ્ટ આપી હતી અને તે હતી પ્લાસ્ટિકની કોથળીમાં મહિલા શિક્ષિકાએ ટ્રસ્ટીએ આપેલી ગિફ્ટ તપાસતા તેમાંથી અંડર ગારમેન્ટ નીકળ્યા હતા જેના કારણે મહિલા શિક્ષિકા સૌ પ્રથમ તો અચંબામાં મુકાઈ ગઈ હતી અને તેણીએ સૌપ્રથમ ટ્રસ્ટીને આ બાબતે ઠપકો આપ્યો હતો.

પોલીસ ફરિયાદ થઈ

ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને બદ ઇરાદાથી ગિફ્ટ સ્વરૂપે અંડર ગારમેન્ટ આપ્યા હોય અને તેણીની છેડતી કરાય હોવાના આક્ષેપ સાથે મહિલા શિક્ષિકા તાબડતોબ નજીકના પોલીસ મથકે દોડી ગઈ હતી અને ટ્રસ્ટીએ આપેલી પીળા કલરની પ્લાસ્ટિકની કોથળી સાથે પોલીસ મથકમાં ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાવી હતી.

ટ્રસ્ટી પર કર્યાં આક્ષેપો

જેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકા અને બદ ઇરાદાથી અંડર ગારમેન્ટની ગિફ્ટ આપી આકર્ષવાનો પ્રયાસ કર્યો છે અને તેણીની છેડતી થઇ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ આપતા પોલીસે મહિલા શિક્ષિકાની ફરિયાદના આધારે શૈક્ષણિક શાળાના ટ્રસ્ટી સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

શૈક્ષણિક શાળામાં વિદ્યાર્થીનીઓ કેટલી સુરક્ષિત વાલીઓમાં ચર્ચાનો પ્રશ્ન

ભરૂચમાં શિક્ષણ જગતને લાંછન રૂપ કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે જેમાં શૈક્ષણિક શાળાના ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને આકર્ષવા માટે ગિફ્ટમાં અંડર ગારમેન્ટ આપ્યા હોય તે ટ્રસ્ટીની માનસિકતા કેવી હશે અને આ શૈક્ષણિક શાળામાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા કેટલી તેવા અનેક પ્રશ્નો પણ વાલી જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો, કોર્ટે સંભળાવી 21 વર્ષ અને 3 માસની સજા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article