ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PMJAY: ગેરરિતી બદલ વધુ 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના...
06:25 PM Dec 17, 2024 IST | Kanu Jani
featuredImage featuredImage
PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.
તાજેતરમાં  PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. 
પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના છે જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે નહીં જ ચલાવી તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે. જેના ભાગરૂપે જ આ યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સની કામગીરી પર ચાંપતી નઝર રાખવામાં આવી રહી છે. 
કોઇપણ દર્દી સાથે અન્યાય ન થાય તેનું સંપૂર્ણપણે ધ્યાન
PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. 
જેના અંતર્ગત ગત અઠવાડિયામાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 4 હોસ્પિટલમાં  ગેરરીતિઓ સામે આવી છે. 
રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં  સસ્પેન્ડ તેમજ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઇ છે.  
તબીબને  સસ્પેન્ડ કરાયા 
રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ ૧૯૬ કેસમાં USG(અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને HPE (હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામીનેશન) રીપોર્ટમાં છેડછાડ જોવા મળેલ હતી. 
જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂ.૨,૯૪,૯૦,૦૦૦/- પેનલ્ટી કરવામાં આવેલ છે. ઉકત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશ્યાલીસ્ટ ડૉ.રાજેશ કંડોરીયા (G- 23640)ને યોજનામાંથી બરતરફ કરવામાં આવેલ છે.
હોસ્પિટલ પાસે AERB સર્ટીફિકેટ પણ ન હતું
રાજકોટની જ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ હોસ્પિટલનું બી. યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. Expired થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું. તદઉપરાંત હોસ્પિટલ પાસે AERB સર્ટીફિકેટ પણ ન હતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્પીટલમાં જરૂરી મેનપાવર હાજર ન હતા. હોસ્પીટલમાં ICU માં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળેલ હતો. ઓટી નોટ અને Anesthesia નોટ માં ડોકટર દ્વારા દર્શાવેલ માહિતીમાં વિસંગતા જોવા મળેલ હતી.
જે બદલ કિષ્ના સર્જીકલ હોસ્પિટલ – ઉપલેટા ને યોજના અંતર્ગત ઉકત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. 
ભરૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું. 
જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી-ઓથની  કુલ રૂ.૩૩,૪૪,૦૩૧/- રકમ રીકવરી કરવામાં આવશે. અને તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી SGRC(સ્ટેટ ગ્રિવેન્સ રીડ્રેશલ કમીટિ) માં લેવામાં આવશે.
SGRC(સ્ટેટ ગ્રિવેન્સ રીડ્રેશલ કમીટિ)
વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું. આ ગેરરીતિ બદલ હોસ્પિટલના પ્રી-ઓથની કુલ રૂ.૫૭,૫૧,૬૮૯/- રકમ રીકવરી કરવાનું તેની પેનલ્ટી અંગેનો નિર્ણય અગામી સમયમાં થનારી SGRCમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 
તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરિતીની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી,  રેડિયોથેરાપી અને નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે જે આવતીકાલે સંભવિતપણે જાહેર કરવામાં આવશે.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે એ જ રાજ્ય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરિતી આચરતી હોસ્પિટ્લસ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. 

 

આ પણ  વાંચો- GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!
Tags :
PMJAYSGRC