Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi એ ચોથી ગ્લોબલ રિન્યએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પોમાં હાજરી આપી, જુઓ આ તસવીરો

PM મોદીએ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટની કરાવી શરૂઆત ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સ્પોને ખુલ્લો મુક્યો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું કર્યું ઉદઘાટન PM Modi Gujarat Visit: પીએમ મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ...
11:32 AM Sep 16, 2024 IST | VIMAL PRAJAPATI
PM Modi Gujarat Visit
  1. PM મોદીએ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટની કરાવી શરૂઆત
  2. ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સ્પોને ખુલ્લો મુક્યો
  3. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું કર્યું ઉદઘાટન

PM Modi Gujarat Visit: પીએમ મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન તેમણે અનેક વિકાસ કર્યોનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તેઓ ચોથી ગ્લોબલ રિન્યએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પોનું જાતે પરિક્ષણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Gandhinagar: મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

નોંધનીય છે કે, આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ યોજાઈ હતી. આમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોની વાત કરવામાં આવે તો, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Gondal નાગરિક બેંકની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપનો વિજય થતા ઉજવણીનો માહોલ

આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના Gandhinagar સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો: ‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

Tags :
4th Global Renewable EnergyGujaratGujarati NewsInvestors Meet & Expopm modi gujarat visit todayPM Modi Gujarat VisitsVimal Prajapati
Next Article