Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી અંબાજી અપડેટ: ચીખલા ખાતે 4 હેલિપેડ બન્યા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ

અહેવાલ - શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી ખાતે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાત લે અને માતાજીના...
pm મોદી અંબાજી અપડેટ  ચીખલા ખાતે 4 હેલિપેડ બન્યા  માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ

અહેવાલ - શકિતસિંહ રાજપુત,અંબાજી

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી ખાતે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાત લે અને માતાજીના દર્શન કરે તેવી સંભાવના જોવાઈ રહી છે અને તેનાં ભાગરૂપે અંબાજી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી માતાજીના ભક્ત છે અને તેઓ અવારનવાર અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે.ત્યારે આગામી 30 તારીખે તેઓ અંબાજી ખાતે આવનાર છે.

30 ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી ખાતે આવશે.અને અંબાજી મંદિરના દર્શન કરશે.સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે સવારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.અંબાજી ખાતે બુધવારે અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી.જેમાં અંબાજી ના ચીખલા ખાતે પ્રથમ વખત હેલિકોપ્ટર ઉતરશે.અત્યાર સુધીના ઇતિહાસની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે કોઈ પણ રાજકીય નેતાઓ કે વીઆઇપી લોકો હેલિકોપ્ટર મા આવતા નથી.અને આ વખતે અંબાજીના ચીખલા ખાતે 4 હેલીપેડ બનીને તૈયાર થઈ ગયા છે.

Advertisement

આ પણ વાંચો — RAJKOT : જામકંડોરણામાં રખડતા ઢોરની અડફેટે આવતા યુવકનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.