ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

International Coastal Clean Up Day :  ગુજરાતના દરિયા કિનારાને સ્વચ્છ કરવાનું આયોજન 

ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) સ્વચ્છ ભારત અભિયાન પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યું છે. ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય હેઠળના ICG એકમો દ્વારા 16 સપ્ટે.ના રોજ ગુજરાતના દરિયા કિનારા પર  પર આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે-23નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ 'સલામત...
03:01 PM Sep 16, 2023 IST | Vipul Pandya
ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) સ્વચ્છ ભારત અભિયાન પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યું છે. ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય હેઠળના ICG એકમો દ્વારા 16 સપ્ટે.ના રોજ ગુજરાતના દરિયા કિનારા પર  પર આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે-23નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ 'સલામત અને સ્વચ્છ બીચ'ના સંદેશને પ્રમોટ કરવા માટે એક સફળ પ્લેટફોર્મ છે.  ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ-1 (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) અને ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-15 (ઉત્તર ગુજરાત) અને તેમના હેઠળના ICG યુનિટોએ, દર સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે વાર્ષિક ધોરણે આયોજિત થતી ઇવેન્ટના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે લોકભાગીદારી શરૂ કરી.
ભારતીય કોસ્ટ ગાર્ડ 2006 થી ભારતમાં આ પ્રવૃત્તિનું સંકલન કરી રહ્યું છે
દક્ષિણ એશિયામાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) અને દક્ષિણ એશિયા સહકારી પર્યાવરણ કાર્યક્રમ (SACEP)ના નેજા હેઠળ દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિશ્વના વિવિધ ભાગોમાં આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડેનું આયોજન કરવામાં આવે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ 2006 થી ભારતમાં આ પ્રવૃત્તિનું સંકલન કરી રહ્યું છે.
પોરબંદર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-1 દ્વારા ચોપાટી બીચ, પોરબંદર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કે.ડી. લાખાણી, IAS, જિલ્લા કલેક્ટર અને ડીએમ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા અને ભારતીય કોસ્ટ ગાર્ડ, નેવી, રાજ્ય પોલીસ, NCC, સશસ્ત્ર સીમા દળ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ શાળાઓના બાળકોના કુલ 1000 સહભાગીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે RRU, અમદાવાદના 40 વિદ્યાર્થીઓ ફેકલ્ટી સાથે ખાસ પ્રવાસ કર્યો હતો.
ઓખા લાઇટ હાઉસથી પવનચક્કી સુધી સામૂહિક બીચ ક્લિનશિપ ડ્રાઇવનું આયોજન 
ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-15 દ્વારા ઓખા લાઇટ હાઉસથી પવનચક્કી સુધી સામૂહિક બીચ ક્લિનશિપ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓખા ખાતેની તમામ શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ કેન્દ્રીય, રાજ્ય અને કોર્પોરેટ ક્ષેત્રોના સ્વયંસેવકોનો સમાવેશ કરીને કુલ આશરે 300 સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વધુમાં વાડીનાર, મુન્દ્રા, જખૌ, વેરાવળ અને પીપાવાવ ખાતેના ICG એકમોએ વિવિધ સરકારી સંસ્થાઓ અને શાળાઓની ભાગીદારી સાથે સ્થાનિક સ્તરે બીચ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
10,000 કિલોગ્રામથી વધુ કચરો એકત્ર 
આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણીનો ઉદ્દેશ્ય આપણા દરિયાઈ પર્યાવરણ પર કચરાથી થતી હાનિકારક અસરો અને દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે સ્વચ્છ સમુદ્રના મહત્વ અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ICG એકમોની નજીકના દરિયાકિનારામાં વ્યાપક બીચ સફાઈને પરિણામે 10,000 કિલોગ્રામથી વધુ કચરો એકત્ર થયો છે જે સાફ કરવામાં આવ્યો હતો. વધુ મહત્ત્વની વાત એ છે કે, ડ્રાઈવમાં ભાગ લેનાર સામાન્ય લોકો અને યુવાઓએ સ્વચ્છ અને સુરક્ષિત સમુદ્રના મહત્વને આત્મસાત કર્યો.
આ પણ વાંચો----J & K: બારામુલ્લામાં 2 આતંકવાદીઓનો ખાત્મો, ARMY કોકરનાગમાં ટાર્ગેટની નજીક પહોંચી
Tags :
coast of GujaratIndian Coast GuardInternational Coastal Clean Up DaySwachh Bharat Abhiyan
Next Article