Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : પિકઅપ બોલેરો ટેમ્પો ટોળા પર ચડાવી દેવાનો પ્રયાસ, લોકોમાં નાસભાગ

અહેવાલ---ઉદય જાદવ, સુરત  સુરતમાં ગતરોજ તથ્ય કાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ હતી. ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો.જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.હરકતમાં આવેલી કોસંબા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. પિકઅપ બોલેરો ટેમ્પો...
04:43 PM Sep 05, 2023 IST | Vipul Pandya
અહેવાલ---ઉદય જાદવ, સુરત 
સુરતમાં ગતરોજ તથ્ય કાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ હતી. ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો.જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.હરકતમાં આવેલી કોસંબા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.
પિકઅપ બોલેરો ટેમ્પો ટોળા પર ચડાવી દીધો
સુરત જીલ્લાના કીમ ચાર રસ્તા નજીક ગતરોજ અમદાવાદમાં બનેલ તથ્ય કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી.એક શોપિંગ સેન્ટરમાં કેટલાક લોકોનું ટોળું એકઠું થયું હતું.અને કોઈ બાબતને લઈને બબાલ કરી રહ્યું હતુ.તે દરમિયાન એક શખ્સ ઉશ્કેરાયો હતો અને તેઓએ પોતાના પિકઅપ બોલેરો ટેમ્પો ટોળા પર ચડાવી દીધો હતો.ટેમ્પો ચાલકે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.ઘટનાને અંજામ આપી પિકઅપ ચાલક ભાગી ગયો હતો.ત્યારે બનેલી આ ઘટનાં સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું કે પીકપ બોલેરો ટેમ્પો ચાલક કઈ રીતે લોકો પર વાહન ચડાવી રહ્યો છે.બેખૌફ રીતે ઘટનાને અંજામ આપી ચાલક ભાગી ગયો હતો.બનાવ ને પગલે હરકતમાં આવેલી કોસંબા પોલીસ દોડતી થઇ ગઇ હતી.અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ચાર શખ્સની ધરપકડ
કોસંબા પોલીસની તપાસ દરિમયાન જાણવા મળ્યું હતું કે ઘટનાના એક દિવસ અગાઉ ફરીયાદી રાજા સિંગના ભાઈ ચિરાગે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ફોટા પર ટિપ્પણી કરી હતી જેને લઇને બોલાચાલી થઈ હતી અને બાદમાં સમાધાન કરવા માટે કીમ ચારરસ્તા નજીક ભેગા થયા હતા તે દરમિયાન દર્શન નામના આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.અને પિકઅપ બોલેરો ટેમ્પોથી ટોળાને કચડવા માટે પુર ઝડપે ટેમ્પો ચલાવી દીધો હતો.ત્યારે હાલ તો કોસંબા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા (1) દર્શન રાજપુત (2) મુન્ના ભરવાડ (3) મહેશ ભરવાડ અને (4) મેહુલ ભરવાડ ને દબોચી લીધા છે.અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્ષણિક આવેશમાં કરાયું કૃત્ય 
ક્ષણિક આવેશમાં આવી ને આ રીતે કેટલાક લોકો સામાન્ય બાબતે મોટી ઘટનાને અંજામ આપી દેતા હોય છે.ગતરોજ પણ આવી જ એક ઘટના કીમ ચારરસ્તા નજીક બનવા પામી હતી.જેમાં ટેમ્પા ચાલકે ઘણા લોકોને કચડી નાખ્યા હતા.જોકે સદ નસીબે કોઇ મોટી જાનહાનિ થઈ ન હતી.ત્યારે આવા કૃત્યને અંજામ આપતા ઈસમો વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બન્યું છે.
આ પણ વાંચો---ઊનામાં થઇ ઓન લાઇન સગાઇ.. કન્યા અને મુરતિયો કેનેડામાં અને સગાઇ વિધી ઉનામાં..!
Tags :
policestampedeSurat
Next Article