ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala : રાજપૂત સમાજનું આંદોલન વધુ ઉગ્ર બન્યું, રૂપાલા વિરુદ્ધ લાગ્યા આ બેનરો

રાજકોટમાં એક જાહેરસભામાં લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ( Parshottam Rupala ) ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ ઉપર કરેલી અયોગ્ય ટિપ્પણી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા 12 દિવસતી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા...
12:20 AM Apr 08, 2024 IST | Harsh Bhatt

રાજકોટમાં એક જાહેરસભામાં લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ( Parshottam Rupala ) ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ ઉપર કરેલી અયોગ્ય ટિપ્પણી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા 12 દિવસતી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન વધુ ઉગ્ર બન્યા છે.

રૂપાલાએ ફરી પ્રચાર ઝુંબેશ શરૂ કર્યો

રૂપાલાની ( Parshottam Rupala ) ટીકીટ રદ કરવાની માંગણી ઉપર પૂર્ણવિરામ મુકી દેતા રૂપાલાએ ફરી પ્રચાર ઝુંબેશ શરૂ કર્યો છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકે-તાલુકે અને ગામડે-ગામડે રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ લીધા છે અને સોગંદ લેતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

સાઠોડ ગામે લાગ્યા બેનર

સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના ( Parshottam Rupala ) વિરોધને લઈને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પણ પુરુષોત્તમ રૂપાલાની ( Parshottam Rupala ) ટિકિટ રદ નહીં થાય તો કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર ગામના પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવ્યા હતા‌ એટલું જ નહીં પરંતુ રૂપાલાના વિરોધના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું.

અહેવાલ : પીન્ટુ પટેલ

આ પણ વાંચો : Umiyadham: ખેડાના કપડવંજમાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 15,000 લોકોનું ઘોડાપૂર ઉમટ્યું

આ પણ વાંચો : Dhandhuka kshatriya community: જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં આવશે નહીં, ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે

Tags :
BannerElectionGujaratKSHTRIYA SAMAJlocal newsLok Sabha 2024Parshottam RupalaPosterRajkot SeatRajput SamajSATHOD
Next Article