Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાજીમાં નવરાત્રીમાં યોજાશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પુર્ણ થયો છે ત્યારે થોડા જ દીવસ બાદ આસો નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે. આ નવરાત્રીમાં...
07:53 PM Oct 10, 2023 IST | Vipul Pandya

અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પુર્ણ થયો છે ત્યારે થોડા જ દીવસ બાદ આસો નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે. આ નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા મંગળવારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર જ્યાં યોજાવાનો છે તે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

3 દિવસ યોજાશે દિવ્ય દરબાર

દેશ વિદેશમા સનાતન ધર્મનો પ્રચાર કરતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ભારે લોકચાહના છે. અગાઊ તેઓ અંબાજી ખાતે 28 મે ના રોજ અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ તેમને ફરીથી આ વિસ્તારમાં આવવા માટે અને અંબાજી આસપાસના આદિવાસી સમાજ વિસ્તારના ઉધ્ધાર માટે દિવ્ય દરબાર માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા નિમંત્રણને માન આપીને ફરીથી બીજી વખત અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી નો દિવ્ય દરબાર નવરાત્રી પર્વ દરમિયાન અંબાજી ખાતે સતત 3 દીવસ ચાલશે.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આમંત્રણ

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતનાં રાજ્યપાલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહીત વિવિઘ મંત્રીઓ,ધારાસભ્યો અને બોલીવુડના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ સાથે સાથે સાધુ સંતો પણ આ ત્રણ દિવસના કાર્યક્રમ માં આવનાર છે.

અગાઉ મોરારી બાપુ, રમેશ ભાઈ ઓઝાની કથાનું આયોજન

અંબાજી ખાતે દિવ્ય દરબાર નવરાત્રી પર્વ દરમિયાન યોજાનાર છે. જેમાં 15,16,17 ઓકટોબરમાં બપોરે 4 થી દિવ્ય દરબાર જીએમડીસી ગ્રાઉન્ડમાં થશે. હાલમાં મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ઇસ્કોન ગ્રુપ ના ચેરમેન પ્રવીણભાઈ કોટક સહિત દિવ્ય દરબાર સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.

વિશાળ ડોમ બાંધવામાં આવ્યો

અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિશાળ ડોમ પણ લગાવવામાં આવી રહ્યો છે.બપોરે 4 વાગે દિવ્ય દરબાર શરૂ થશે અને મોટી સંખ્યામાં લોકો આ દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

આ પણ વાંચો---BHARUCH : નવલી નવરાત્રીમાં ખેલૈયાઓમાં રંગબેરંગી માટલીઓની માગ આસમાને

Tags :
Ambajibaba-bagheshwarDivy DarbarPandit Dhirendra Shastri
Next Article