Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal: ડાળી કાપવાના વાંકે યુવકને તાલિબાની સજા આપી મોત ઘાટ ઉતાર્યો

નજીવી બાબતે યુવકને આપવામાં આવી તાલિબાની સજા યુવકને ઢોર માર મારતા ઘટના સ્થળ પર થયું મોત પંચમહાલ જિલ્લાના સરાડીયા ગામમાં બની આ ઘટના Panchmahal: લીમડાના વૃક્ષની ડાળી કાપી નાખવા જેવી સામાન્ય બાબતમાં કોઈ મનુષ્યને મોતની તાલિબાની સજા આપી શકે?...
panchmahal  ડાળી કાપવાના વાંકે યુવકને તાલિબાની સજા આપી મોત ઘાટ ઉતાર્યો
  1. નજીવી બાબતે યુવકને આપવામાં આવી તાલિબાની સજા
  2. યુવકને ઢોર માર મારતા ઘટના સ્થળ પર થયું મોત
  3. પંચમહાલ જિલ્લાના સરાડીયા ગામમાં બની આ ઘટના

Panchmahal: લીમડાના વૃક્ષની ડાળી કાપી નાખવા જેવી સામાન્ય બાબતમાં કોઈ મનુષ્યને મોતની તાલિબાની સજા આપી શકે? એ પણ અમાનુષી અત્યાચાર ગુજારી વીજ પોલ સાથે બાંધી કોઈપણ પ્રકારના દયાભાવ વિના નિષ્ઠુર અને નિર્દય બની? કોઈ વૃદ્ધ માતાની પુત્રને બચાવવાની કાકલૂદી અને આજીજીને ગણકાર્યા વિના ઢોરમાર મારી શકે? એનો જવાબ છે હા! કેમ કે આવી ઘટના બની છે પંચમહાલ (Panchmahal) જિલ્લાના શહેરા તાલુકાના સરાડીયા ગામમાં બની છે. અહીં એક યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે.

Advertisement

પરિવારજનો કરી રહ્યા છે હૈયાફાટ રૂદન

આ પણ વાંચો: Banaskantha: જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા, મનરેગામાં કામ કરતી મહિલાએ કર્યા આક્ષેપો

Advertisement

ઘટના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સરાડીયા ગામમાં બની

પંચમહાલ (Panchmahal)ના શહેરા તાલુકાના સરાડીયા ગામમાં ખેતરમાં વાડમાં આવેલા લીમડાના વૃક્ષની ડાળી કાપી નાંખવા જેવી સામાન્ય બાબતમાં એક યુવક જે એક વૃદ્ધ માતાનો સહારો હતો. જે યુવક પોતે રસોઈ બનાવી પોતાના હાથથી વૃદ્ધ માતાને જમાંડતો હતો. એ જ યુવકને વૃદ્ધ માતાના નજરની સામે વીજ થાંભલે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઢોર માર મારવાના દરમિયાન યુવકનું મોત નિપજતાં શહેરા પોલીસ મથકે સાત વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. જે પૈકી પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. આ સાથે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે સમગ્ર બનાવના પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો છે.

આ પણ વાંચો: Gujarat Rains Update: હવામાન વિભાગે આપી આગાહી, રાજ્યમાં વરસાદને લઈને આપ્યું રેડ એલર્ટ

Advertisement

વીજ થાંભલે બાંધીને ઢોર માર મારતા મોત

શહેરા તાલુકાના સરાડીયા ગામ ખાતે લીમડાના ઝાડની ડાળ કાપવા જેવી નજેવી બાબતે સાત વ્યક્તિઓએ 34 વર્ષીય યુવાન વિજય પગીને વીજ થાંભલે બાંધીને ઢોર માર મારતા મોત નીપજ્યુ હતુ. પોલીસે આ મામલે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યા મામલે શહેરા પીઆઇ રાહુલ રાજપૂત દ્વારા ગણતરીના કલાકોમાં જ ચાર આરોપી આરત ભાઈ તીતાભાઈ પગી, કિરણભાઈ આરત પગી, નિલેશ કિરણભાઈ ત્રણ રહે સરાડીયા તેમજ પોપટ વાલમ ભાઈ બારીયા, ચલાલીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિ. માટે કોમન એકટ, ડીનનીની મુદ્દત 3 વર્ષ કરાઈ

પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરે એવી માંગણી

જોકે મૃતકના સ્વજનનો ભારે આક્રોશ સાથે આરોપીઓને ફાંસી ની સજા કરવામાં આવે એવી માંગણી સાથે યુવકને માર મારવામાં અન્ય મહિલાઓ પણ હતી તેઓની પણ પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરે એવી માંગણી કરવામાં આવી રહી છે. મૃતકની વયો વૃદ્ધ માતા રડમસ સ્વરે જણાવી રહી છે કે, મારી નજર સામે જ મારા દીકરાને મારી નાખ્યો છે, હું બુમો પાડતી રહી પણ મને નજીક જવા જ ના દીધી. જેથી મારા છોકરાને મારી નાખ્યો છે એવી સજા આરોપીઓને પણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવકની સાથે તેની માતા રહેતી હતી અને પાલનપોષણ કરતો હતો જેથી માતા હાલ ઘેરા શોકમાં ગમગીન બની ગઈ છે.

અહેવાલ: નામદેવ પાટીલ, પંચમહાલ
Tags :
Advertisement

.