ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal: સરકારી યોજનાના ગેસનો વેપાર કરવો મોંઘો પડ્યો, મોરવા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

મોરવા અને ગોધરાના ગેસ એજન્સી સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ ગોડાઉન ભાડે આપનાર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઇ 120 ગેસ સિલિન્ડર અને ગાડી મળી 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત મામલતદારે ચાર વ્યક્તિઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ Panchmahal: સરકાર દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ...
05:35 PM Oct 11, 2024 IST | VIMAL PRAJAPATI
Panchmahal News
  1. મોરવા અને ગોધરાના ગેસ એજન્સી સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ
  2. ગોડાઉન ભાડે આપનાર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઇ
  3. 120 ગેસ સિલિન્ડર અને ગાડી મળી 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત
  4. મામલતદારે ચાર વ્યક્તિઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

Panchmahal: સરકાર દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગરીબોના હક્ક માટેની સરકારની ઉજ્જવલા ગેસ યોજનાના ગેસ સિલિન્ડરનો અનઅધિકૃત ઉપયોગ અને વેપાર કરવાનું મોંઘુ પડ્યું છે. નોંધનીય છે કે, મોરવા અને ગોધરાના ગેસ એજન્સી સંચાલકો તેમજ ગેસ બોટલ મુકવા ગોડાઉન ભાડે આપનાર સામે મોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો: Ahmedabad: હજારો રૂપિયે કિલો ફરસાણ વેચતા ઓસવાલના રસોડામાં ગંદકીના દ્રશ્યો

રૂપિયા 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

નોંધનીય છે કે, પંચમહાલ (Panchmahal) જિલ્લા પુરવઠા અધિકારીએ મોરવા હડફના મોરાથી સમગ્ર કૌભાંડ ઝડપી 120 ગેસ સિલિન્ડર અને ગાડી મળી રૂપિયા 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ સંડોવાયેલા જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધવા રિપોર્ટ કર્યો હતો. જો કે, આ મામલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરના હુકમ અન્વયે મોરવા હડફ પોલીસ મથકે મામલતદારે ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Police Recruitment માટે મહત્વના સમાચાર...

મામલતદારે ચાર વ્યક્તિઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મોરા ગામના અને ગેસ બોટલ રાખનાર અરવિંદભાઈ બારીયા, ગોડાઉન ભાડે આપનાર શબ્બીર શેખ તેમજ ગોધરા ઘનશ્યામ ગેસ એજન્સીના સંચાલક હિતેશ ધરમચંદાણી અને મોરવા ગેસ એજન્સીના સંચાલક મંજુલાબેન ડામોર સામે મોરવા મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો: Dhari : લિયોનિયા રિસોર્ટમાં રાસ રમતા યુવકનું હાર્ટએટેકથી મોત

Tags :
Gujarati NewsLatest Gujarati NewspanchmahalPanchmahal News
Next Article