Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલ : ગોધરા ખાતેથી જિલ્લા પોલીસ દ્વારા વિશાળ રેલી કાઢી મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત કરી

અહેવાલ - નામદેવ પાટિલ પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા....
પંચમહાલ   ગોધરા ખાતેથી જિલ્લા પોલીસ દ્વારા વિશાળ રેલી કાઢી મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત કરી

અહેવાલ - નામદેવ પાટિલ

Advertisement

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. જે રેલી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પરત પોલીસ મુખ્યમથક ખાતે ફરી હતી.

Advertisement

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'મેરી માટી, મેરા દેશ' કાર્યક્રમ 9 ઓગષ્ટથી લઈને 15 ઓગષ્ટ સુધી ચાલનાર છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડ ખાતે 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વસુધા વંદન વીરોને વંદન, ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈને 'મેરી માટી, મેરા દેશ' કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે એક વિશાળ જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પોલીસ મુખ્યમથક ખાતે પરત ફરી હતી. જેમાં જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી, ગોધરા વિભાગ અને હાલોલ નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વિવિધ વિભાગના પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતાં.

આ પણ વાંચો - PM Modi on No Confidence Motion : “ગુડ કા ગોબર” કેવી રીતે કરવુ તે અધિર રંજન જાણે છે – PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.