Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર અને રોપ વે સેવાના સમયમાં ફેરફાર કરાયો

અહેવાલ - નામદેવ પાટીલ માતાજીની આરાધના અને ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રી. જેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આસો નવરાત્રી દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે આસો નવરાત્રી દરમિયાન જગતજનની મહાકાળી...
12:40 PM Oct 12, 2023 IST | Hardik Shah

અહેવાલ - નામદેવ પાટીલ

માતાજીની આરાધના અને ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રી. જેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આસો નવરાત્રી દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે આસો નવરાત્રી દરમિયાન જગતજનની મહાકાળી માતાજીના ચરણોમાં શિષ ઝુકાવી માતાજીના દર્શન કરવા માટે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માઇભક્તો યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા હોય છે અને જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરી માઇભક્તો ધન્યતા અનુભવતા હોય છે.

આ આસો નવરાત્રીમાં ગુજરાત સહિત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી માઇભક્તો યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા માટે ઉમટી પડે છે. ત્યારે આ આસો નવરાત્રી દરમિયાન દેશના ખૂણે ખૂણેથી આવતા માઇભક્તોને માતાજીના દર્શન થાય અને કોઈ અવગડતા ન પડે એના માટે યાત્રાધામ પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શનનો સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રીને લઈ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા દર્શના સમયમાં ફેરફાર કરતી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ વર્ષોથી માઇભક્તોને સરળતાથી માતાજીના ડુંગર ઉપર લઈ જવા માટે રોપ વે સેવાનું સંચાલન કરતી ઉષા બ્રેકો દ્વારા પણ રોપવે સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આસો નવરાત્રીને લઈ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના રોજ નિજ મંદિરના દ્વાર સવારે 4 વાગે ખુલશે અને રાત્રીના 9 કલાક સુધી મહાકાળી માતાજીના દર્શન કરી શકાશે, એટલે કે આસો સુદ એકમનું પહેલું નોરતું અને આઠમના આઠમા નોરતે દર્શનના સમયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અને નવરાત્રીના આ બન્ને દિવસો સાથે પૂનમના દિવસે પણ નિજ દ્વાર સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રીના 9 કલાક સુધી જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરી શકાશે. જ્યારે નવરાત્રીના એકમથી પૂનમ સુધીના અન્ય દિવસો દરમ્યાન મહાકાળી માતાજીના મંદિરના દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રીના 9 કલાક સુધી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

તો બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો દ્વારા પણ આસો નવરાત્રીને લઈ રોપ વે સેવામાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત કરાઈ છે. જેમાં નવરાત્રી દરમ્યાન પ્રથમ નવરાત્રી થી જ રોપ વે સેવાના સમયમાં ફેરફાર કરાયો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 3.00 કલાકે રોપવેના ટિકિટ કાઉન્ટર ખુલશે અને સવારે 4 : 00 કલાકે રોપવે સેવા શરૂ કરવામાં આવશે. ત્યારે નવરાત્રીના બાકીના દિવસોમાં સવારે 4.00 કલાકે રોપ વેના ટિકિટ કાઉન્ટર ખુલશે અને સવારે 5 : કલાકે રોપ સેવા શરૂ કરવામાં આવશે. નવરાત્રીના તમામ દિવસો એ રાત્રે 9.00 કલાકે રોપ વે સેવા બંધ થશે.

આ પણ વાંચો - સુરતની એક શાળામાં શિક્ષિકાએ બાળકીને એક પછી એક 35 ધબ્બા માર્યા, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
panchmahalPanchmahal NewsPavagadhPavagadh Newsropeway service
Next Article