Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચમહાલ: ગોધરા રેન્જ પોલીસ વિભાગ દ્વારા ખેલકુદ રમતોત્સવનું આયોજન

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા શહેરના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ વિભાગ દ્વારા ત્રણ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખેલકૂદ રમતોત્સવ -૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે, બે દિવસ ચાલનારા આ રમતોત્સવને રેન્જ ડીઆઇજી આર.વી.અસારી...
03:06 PM Oct 12, 2023 IST | Maitri makwana

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

ગોધરા શહેરના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ વિભાગ દ્વારા ત્રણ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખેલકૂદ રમતોત્સવ -૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે, બે દિવસ ચાલનારા આ રમતોત્સવને રેન્જ ડીઆઇજી આર.વી.અસારી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પોતાની ફરજની સાથે સાથે શારીરિક રીતે પણ તંદુરસ્ત રહે તેમજ માનસિક તણાવ દૂર થાય તે માટે પંચમહાલ ગોધરા રેન્જ દ્વારા ડીઆઇજી આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમવાર ખેલકૂદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ગોધરા શહેરના કનેલાવ વિસ્તારમાં આવેલ જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ દ્વારા બે દિવસીય ખેલકૂદ રમતોત્સવ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમને રેન્જ ડીઆઇજી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજ્ય અનામત પોલીસદળ જૂથ-5, પશ્ચિમ રેલવે અને વડોદરા રેન્જ પોલીસ વિભાગની ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, આ રમતોત્સવમાં એથલેટિક્સ, ૧૦૦ મીટર, ૨૦૦ મીટર તથા ૪૦૦ મીટર દોડ, રસ્સા ખેંચ, સ્વિમિંગ, કબડ્ડી, અને આર્ચરી જેવી રમત સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે સાથે વિવિધ રમતોમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર ટીમ તથા ખેલાડીઓને પ્રોત્સાહન માટે ટ્રોફી, મેડલ તથા રોકડ પુરસ્કારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગોધરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ત્રણેય જિલ્લાના તથા અલગ અલગ શાખાઓના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો, આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ,પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, દાહોદ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -Ahmedabad : 2 યુવકને ક્રિકેટ મેચની ટિકિટનો સોદો કરવો ભારે પડ્યો, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article