Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal News : ખાનગી કંપનીઓ દ્વારા દિવેલાનો ભાવ ઓછો જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ

ઉત્તમ અને ગુણવત્તા સભર દિવેલાની ઉપજનું હબ માનવામાં આવતાં મધ્ય ગુજરાતના પંચમહાલ મહીસાગર અને વડોદરા જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓની બેઠક ગોધરા તાલુકાના ટીંબા ગામે મળી હતી. પ્રતિવર્ષ ખેડૂતો દ્વારા ખાનગી કંપની મારફતે કરવામાં આવતો દિવેલાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય...
panchmahal news   ખાનગી કંપનીઓ દ્વારા દિવેલાનો ભાવ ઓછો જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ
ઉત્તમ અને ગુણવત્તા સભર દિવેલાની ઉપજનું હબ માનવામાં આવતાં મધ્ય ગુજરાતના પંચમહાલ મહીસાગર અને વડોદરા જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓની બેઠક ગોધરા તાલુકાના ટીંબા ગામે મળી હતી. પ્રતિવર્ષ ખેડૂતો દ્વારા ખાનગી કંપની મારફતે કરવામાં આવતો દિવેલાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય છે અને જેનું ઉત્પાદન બાદ વેચાણ પણ ખાનગી કંપનીને કરવામાં આવતું હોય છે.
પરંતુ આ વર્ષે ખાનગી કંપનીઓના એસોસિયન દ્વારા સરકારના બીજ નિગમ દ્વારા દિવેલાના નક્કી કરાયેલા ટેકાના ભાવ કરતાં પ્રતિ કિલો દીઠ 30 થી 40 રૂપિયા ઓછો ભાવ રાખવામાં આવતાં જ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો હવે પોતાને ખાનગી કંપની મારફતે  દિવેલા પોષણક્ષમ ભાવ મળે એ માટે ચોક્કસ રણનીતિ કરવાની તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજી હતી.
આગામી દિવસોમાં ખેડૂતો આ અંગે રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી મધ્યસ્થી બનવા સાથે જ ખાનગી કંપનીઓ દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે એ ભાવ બીજ નિગમના ભાવ  મુજબ ચુકવણી કરવામાં આવે એવી માંગણી કરવાનું આયોજન કરાયું છે. જો બીજ નિગમ મુજબ ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોના ભાવ ચુકવણું નહીં કરવામાં આવે તો ખેડૂતો આ વર્ષે પોતાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી જણાવી રહ્યા છે કે દિવેલાની ખેતી અમે કરીશું નહીં અને અન્ય પાકનું વાવેતર કરીશું.
મધ્ય ગુજરાતના પંચમહાલ મહીસાગર અને વડોદરા જિલ્લામાં દિવેલાના પાકનું  મોટાપાયે ઉત્પાદન થતું હોય છે આ વિસ્તારને ઉત્તમ દિવેલા ઉપજનું એપી સેન્ટર પણ માનવામાં આવે છે. અહીં ઉત્પાદન થતાં દિવેલા ની ઉપજ ખૂબ જ ગુણવત્તા વાળી હોવાથી અહીંથી દિવેલાના બીજ દેશના અન્ય રાજ્યમાં પણ મોકલવામાં આવતાં હોય છે.
વર્ષોથી અહીં ખેડૂતો દ્વારા દિવેલાનું વાવેતર કંપનીઓ સીડ્સ પ્રોગ્રામ  મારફતે કરવામાં આવતું હોય છે પરંતુ કંપનીઓ દ્વારા થોડા વર્ષો અગાઉ ખેડૂતોનું ભાવમાં  શોષણ શરૂ થવાના એંધાણ વચ્ચે ખેડૂતોએ ચાર વર્ષ પૂર્વે કરેલી રજૂઆતોને લઈને ખાનગી કંપનીઓએ સરકારના બીજ નિગમ સમકક્ષ ખેડૂતોને ભાવ ચૂકવવાની શરૂઆત કરી હતી પરંતુ આ વર્ષે અચાનક જ ખાનગી કંપનીઓના એસોસિયેશન દ્વારા સરકારી બીજ નિગમ દ્વારા નક્કી કરાયેલા ભાવો કરતાં પ્રતિ કિલો દીઠ 30 થી 40 રૂપિયા ઓછો ભાવ ખેડૂતોને ચૂકવવાનું નક્કી કરવામાં આવતાં જ ખેડૂતોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે .જેથી મધ્ય ગુજરાતના ખાનગી કંપનીઓ સાથે સંકળાયેલા અને સીડ્સ પ્રોગ્રામ હેઠળ દિવેલાની ખેતી કરતાં ખેડૂત પ્રતિનિધિઓની એક બેઠક ગોધરા તાલુકાના ટીંબા ગામ ખાતે મળી હતી.
આ બેઠકમાં ત્રણ જીલ્લાના  ખેડૂતો અગ્રણીઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓએ પોતાને કંપનીઓ દ્વારા પોષણક્ષમ ભાવ આપવામાં આવે એ માટેની રણનીતિને લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ ચર્ચાઓના અંતે સૌ ખેડૂતોએ  આગામી સમયમાં કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી સરકારને મધ્યસ્થી બનાવી ખાનગી કંપનીઓ દ્વારા નિગમના સમકક્ષ જ ભાવનું ચુકવણું કરવામાં આવે અને જો તેમ છતાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને આ માંગણીને સ્વીકાર કરવામાં નહીં આવે તો ખેડૂતો દિવેલાના જગ્યાએ અન્ય ખેતી કરશે પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતા ભાવને સ્વીકારશે નહીં.
સાથે સાથે જ ખેડતો દ્વારા એક ખાસ નોંધ પણ કરવામાં આવી છે ખેડૂતો ખાનગી કંપની સાથે ભાવ અંગેનું એગ્રીમેન્ટ કરશે અને જે એગ્રીમેન્ટ થયા બાદ જ ખાનગી કંપનીઓ પાસેથી દિવેલાનું બિયારણ સ્વીકારશે. ખેડૂતોની આ રણનીતિને લઈ હાલ તો ખેડૂતો સંગઠિત થઈ મક્કમ મનોબળ સાથે આગળ વધી રહ્યા છે અને સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે કે તેઓને ખાનગી કંપનીઓ દ્વારા બીજ નિગમના સમકક્ષ ભાવ ચૂકવવામાં આવે અને સરકારે બીજ નિગમ મારફતે દિવેલાના  ટેકાનો  પોષણક્ષમ ભાવ ખેડૂતો માટે જાહેર કર્યા છે જે માટે ખેડૂતો સરકારનો આભાર પણ માની રહ્યા છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
Advertisement
Tags :
Advertisement

.