Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચમહાલ : ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારોમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર, મહિલાઓ પરેશાન

ઘોઘંબા તાલુકાના જાબુવાણિયા ગામમાં આવેલા પુજારા ફળિયામાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી 'નલ સે જલ' યોજના હેઠળ ઘરે ઘરે નળ મુકવામાં આવ્યા છે. પરંતુ આજ દિન સુધી જેમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી. વળી અહીં આવેલા હેન્ડ પંપમાં પણ કાટવાળું પાણી...
09:58 PM May 07, 2023 IST | Hardik Shah

ઘોઘંબા તાલુકાના જાબુવાણિયા ગામમાં આવેલા પુજારા ફળિયામાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી 'નલ સે જલ' યોજના હેઠળ ઘરે ઘરે નળ મુકવામાં આવ્યા છે. પરંતુ આજ દિન સુધી જેમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી. વળી અહીં આવેલા હેન્ડ પંપમાં પણ કાટવાળું પાણી આવતા સ્થાનિકોને પાણી માટે રીતસર રઝળપાટ કરવું પડી રહ્યું છે. ત્યારે સરકારની આ યોજના હેઠળ વહેલી તકે ઘર આંગણે પાણીની સુવિધા મળી રહે એવી સ્થાનિકો માગણી કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં સરકારની ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચ કામગીરી કરવામાં આવી છે. પરંતુ આજે પણ કેટલાય ગામોમાં આ યોજના માત્ર કાગળ ઉપર અને શોભાના ગાંઠિયા સમાન બની રહી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝબૂવાણીયા ગામના પુજારા ફળીયા સહિતની વાત કરવામાં આવે તો અહીંયા નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ મુકવામાં આવ્યા છે. પરંતુ આજ દિવસ સુધી પાણીનો ટીપું પણ નળમાં આવ્યું નથી. વળી કેટલાક રહીશોને નળના જોડાણ પણ મળ્યા નથી. ઘર વપરાશના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે હાલ મહિલાઓ દરદર ભટકી રહી છે.

મહિલાઓ કુવામાંથી પાણી ખેંચી લાવી પોતાની જરૂરિયાત પૂરી કરી રહી છે. અહીંયા મહિલાઓના પાણી માટે થતા રઝળપાટને કારણે બાળકોના અભ્યાસને પણ અસર પહોંચી થઇ રહી છે. કુવાના પાણી પણ હાલ તળિયે જઈ રહ્યા છે જેથી અહીંના રહીશોની હાલત કફડી બની છે. વળી અહીં આવેલા હેન્ડ પમ્પમાં પાણી આવતું હોય છે જેમાં પણ કાટવાળું પાણી આવતા પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાતું નથી એમ અહીંની મહિલાઓ જણાવી રહી છે. જેથી અહીંના રહીશોની માગણી છે કે નલ સે જલ યોજના હેઠળ વહેલી તકે તેઓને પાણી પૂરું પાડવામાં આવે.

આ પણ વાંચો - સુરતમાં ગુનાખોરીના ગ્રાફને અંકુશમાં લાવવા વીંઝાયો પાસાનો કોરડો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - નામદેવ પાટીલ

Tags :
GhoghambaNal Se Jal SchemeNeed WaterPanchmahal NewsWomen Upset
Next Article