Panchmahal: સગીર વયના કિશોર સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને કરી હત્યા
- કિશોર સાથે તેના મિત્રએ સૃષ્ટી વિરુદ્ધનું ખરાબ કૃત્ય કર્યું
- સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ કિશોરનું ગળું દબાવી હત્યા કરી
- ત્રણ આરોપીઓ સામે પોક્સો સહિતની જોગવાઈ મુજબ ગુનો નોંધાયો
Panchmahal: પંચમહાલમાં એક ચોંકાવનારી ઘટના બની છે, એક માસૂમ બાળક સાથે નરાધમીએ એવું કૃત્ય કર્યું છે કે, માનવીનો આત્મા થથરી ઉઠે! પંચમહાલના વેજલપુરમાં સગીરવયના કિશોર સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. કિશોરને ચલાલી રોડ ઉપર બોલાવી એક મિત્રએ તેની મરજી વિરુદ્ધનું ખરાબ કૃત્ય કર્યું અને સમગ્ર હકીકત પોતાના સ્વજનોને જણાવી દેશે તેવા ડરથી કિશોરની હત્યા પણ કરી દીધી.
આ પણ વાંચો: Gondal સ્ટેશનપ્લોટ વિસ્તારના એક મકાનમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં પરંતુ ઘરવખરી બળીને ખાખ
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ કિશોરનું ગળું દબાવી હત્યા કરી
એક મિત્ર દ્વારા બાઇક ઉપર કિશોરને ચલાલી રોડ સુધી લાવવામાં મદદ કરવામાં આવી અને બીજા મિત્રએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ કિશોરનું ગળું દબાવી હત્યા કરી દીધી. ત્યાર બાદ મૃતદેહને નજીકમાં આવેલા તળાવના પાણીમાં ફેકી દેવામાં આવ્યો છે. મોડી રાત સુધી કિશોર ઘરે નહીં પહોંચતા સ્વજનોએ શોધખોળ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી નહીં. અંતે બીજા દિવસે તળાવમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ એક્શનમાં આવી હતી અને કિશોરની હત્યા કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: વાવ વિધાનસભાની જીતને લઇને અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
પોક્સો સહિતની જોગવાઈ મુજબ ત્રણ આરોપીઓ સામે ગુનો
વેજલપુર પોલીસની તપાસમાં કિશોરની હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં હત્યા અને પોક્સો સહિતની જોગવાઈ મુજબ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. આ સાથે પોલીસે બાઈક ઉપર કિશોરને લઈ જનાર,સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનાર અને ત્યારબાદ તળાવમાં મૃતદેહ ફેંકવામાં મદદ કરનાર સામે ફરિયાદ નોંધી છે. પોલીસે એક આરોપી સિવાય અન્ય બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે એટલું જ નહીં પરંતુ વેજલપુર પોલીસે ઘટના સ્થળેથી એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો: VADODARA : ચાલતી જતી કારમાં આગ, સમયસૂચકતાથી જીવ બચ્યો