Panchmahal : ગોધરા-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, પિતા અને 3 માસૂમ દીકરીનાં મોત
- Panchmahal નાં ગોધરા-વડોદરા રોડ પર ગંભીર અકસ્માત
- તૃપ્તિ હોટલ પાસે અકસ્માત થતાં ચાર લોકોનાં મોત
- બાઈક પર સવાર એક જ પરિવારનાં ચારનાં મોત
- ત્રણ બાળકી અને પિતાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત
Panchmahal : રાજ્યમાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ગોધરા-વડોદરા રોડ (Godhra-Vadodara Road) પર પોપટપુરા પાસે એક બાઇક પર પિતા અને ત્રણ દીકરી જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહનચાલકે બાઇકને અડફેટે લેતા પિતા અને ત્રણેય દીકરીનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. એક જ પરિવારનાં ચાર સભ્યોનાં અચાનક મોત થતાં સ્વજનો હૈયાફાટ રૂદન કરતા કરુણ દ્રશ્યો સર્જાયા છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Kadi અને Visavadarની પેટા ચૂંટણીમાં Congress-AAP ગઠબંધન નહીં કરે- Shakti Sinh
તૃપ્તિ હોટલ પાસે અકસ્માત થતાં પરિવારનાં ચાર લોકોનાં મોત
પંચમહાલ જિલ્લામાં (Panchmahal) ગોધરા-વડોદરા રોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક બાઇક પર પિતા અને ત્રણ દીકરી કાલોલ ઘોડા ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. દરમિયાન, પોપટપુરા પાસે આવેલ તૃપ્તિ હોટલ નજીક પૂરઝડપે આવતા એક વાહનચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આથી, બાઇક પર સવાર પિતા અને ત્રણેય માસૂમ પુત્રી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ ચારેયનાં મોત નીપજ્યા છે.
આ પણ વાંચો - Rajkot : મોતની ઘટનાઓને લઈ કટાક્ષ, રંગ બદલવાની હરિફાઇમાં કાચિંડો તંત્ર સામે હારી ગયો!
સ્વજનો ગુમાવતા પરિવારજનો હૈયાફાટ રૂદન
એક પરિવારનાં ચાર સભ્યોનાં મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું છે. સ્વજનો ગુમાવતા પરિવારજનો હૈયાફાટ રૂદન કરતા કરુણ દ્રશ્યો સર્જાયા છે. અકસ્માતની ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની (Panchmahal Police) ટીમ પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો ધોધંબા તાલુકાનાં (Dhodhamba) રહેવાસી હોવાનું હાલ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Surat થી Rajkot જતી બસમાં તરૂણીની સાથે થયું દુષ્કર્મ