Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal: સરકારે ફાળવેલી સુવિધાઓ હાલ અગવડતાનો કારણ બની! વિદ્યાર્થીઓને ભારે હાલાકી

પ્રાથમિક શાળામાં બેસીને માધ્યમિક શિક્ષણ મેળવવા મજબૂર માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ઓરડાઓ છે જ નહીં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હાલ ભારે અગવડતા Panchmahal: આદિવાસી વિસ્તારનો ઉતકર્ષ અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાની વાતો કરતી સરકારે ફાળવેલી સુવિધાઓ હાલ અગવડતા નો કારણ...
panchmahal  સરકારે ફાળવેલી સુવિધાઓ હાલ અગવડતાનો કારણ બની  વિદ્યાર્થીઓને ભારે હાલાકી
  1. પ્રાથમિક શાળામાં બેસીને માધ્યમિક શિક્ષણ મેળવવા મજબૂર
  2. માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ઓરડાઓ છે જ નહીં
  3. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હાલ ભારે અગવડતા

Panchmahal: આદિવાસી વિસ્તારનો ઉતકર્ષ અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાની વાતો કરતી સરકારે ફાળવેલી સુવિધાઓ હાલ અગવડતા નો કારણ બની છે. ગોધરા (Panchmahal) તાલુકાના આદિવાસી બાહુલ્ય ધરાવતા એવા દરૂનીયા ગામમાં માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સરકારે મંજૂરી તો આપી છે પરંતુ શાળાના ઓરડા બનાવ્યા નથી જેના કારણે હાલ 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં બેસીને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે. આ સાથે જ માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ઓરડાઓ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ ખાલી પુસ્તકી શિક્ષણ મેળવી રહ્યા છે. એવી જ રીતે ગામ માંથી પસાર થતાં મુંબઈ દિલ્હી કોરિડોરમાં આંગણવાડીનું મકાન ડિમોલેશન થઈ જતાં 40 બાળકો ગ્રામ પંચાયતમાં બેસી અભ્યાસ કરવામાં મજબુર બન્યા છે. આ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે માધ્યમિક શાળાના ઓરડાઓ બનવવામાં આવે તેવી ગ્રામજનો અને વાલીઓ માંગણી કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad નું વાતાવરણ શહેરવાસીઓ માટે બન્યો મોટો ખતરો! જો આવું રહ્યું તો...

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હાલ ભારે અગવડતા

ગોધરા (Panchmahal) શહેરને અડીને આવેલા અને મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા દરૂણીયા ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હાલ ભારે અગવડતા વેઠવી પડે છે. સરકારે ગામના વિદ્યાર્થીઓ ગામમાં જ મફત શિક્ષણ મેળવી શકે એવા શુભ આશય સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાની ફાળવણી કરી છે. હાલ પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં ગામના 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેઓને બેસવા માટે માત્ર આઠ વર્ગ ખંડ છે જેથી શાળામાં શિક્ષણ કાર્ય હાલ બે પાળીમાં ચાલી રહ્યું છે. બીજી તરફ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દશમાં સો જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પણ હાઇસ્કુલનું મકાન નહી હોવાથી પ્રાથમિક શાળાના એક જર્જરિત અને એક નાના રૂમમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch: આને બાપ કહેવાય ખરો? પોતાની સગી દીકરીને ગર્ભવતી બનાવી અને...

ગ્રામ પંચાયતમાં ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર

ગામમાંથી પસાર થતાં મુંબઈ દિલ્હી કોરિડોરમાં આંગણવાડીનું મકાન ડિમોલેશન થઈ જતાં 40 બાળકો ગ્રામ પંચાયતમાં બેસી અભ્યાસ કરવામાં મજબુર બન્યા છે. ગ્રામજનો દ્વારા આંગણવાડી અને હાઈસ્કૂલનું નવીન અલાયદું મકાન બનાવવા માટે જમીન ફાળવણી કરવા કલેકટરને રજુઆત કરી છે.સાથે જ પ્રાથમિક શાળામાં પણ ઓરડા વધુ બનાવવામાં આવે તો પોતાના બાળકો પૂરતા સમય સુધી શાળામાં બેસી અભ્યાસ કરી શકે એવી માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે હાઈસ્કૂલ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી દીધી છે, પરંતુ જમીનના અભાવે ચાર વર્ષથી વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

Advertisement

આ પણ વાંચો: Surat: શું હીરા ઉદ્યોગમાં મંદી આવી? સુરતની એક કંપનીએ 50,000 કર્મચારીઓને...

શાળામાં રમત ગમત માટે મેદાન નથીઃ વિદ્યાર્થીઓ

દરૂણીયા ગામના વિદ્યાર્થીઓ જણાવે છે કે, અમે હાઈસ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ એવું લાગતું જ નથી. શાળામાં રમત ગમત માટે મેદાન નથી. કોમ્પ્યુટર લેબ અને પ્રયોગશાળા પણ નથી. જેથી અમને જેનો લાભ મળતો નથી. હાઈસ્કૂલમાં ધોરણ નવમાં 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેના માટે માત્ર એક જ અને એ પણ જર્જરિત ઓરડો ફાળવવામાં આવ્યો છે. જેથી તમામ વિદ્યાર્થીઓને બેન્ચ ઉપર બેસવા મળતું નથી અને કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને નીચે બેસવું પડે છે. એક જ ગામના અને એક જ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ સર્જીત પરિસ્થિતિની ખૂબ જ માનસપટ ઉપર અસર પહોંચી રહી છે. અને આ વિદ્યાર્થીઓ મજબુર બની પરિસ્થિતિ સહન કરી રહ્યા છે. જેથી કલેકટર અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના બાળ માનસ પટ ઉપર સુવિધાઓને લઈ પડતી અગવડતાની વિપરીત અસર દૂર કરવા સત્વરે જમીન ફાળવણી કરે એ જરૂરી છે.

અહેવાલ: નામદેવ પાટીલ, પંચમહાલ

Tags :
Advertisement

.