Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચમહાલ : ગોધરામાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવા કરાયેલું ખોદકામ સ્થાનિકો માટે બન્યું જોખમી

ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાંખવા કરાયેલું ખોદકામ સ્થાનિકો માટે જોખમી અને નડતરરૂપ બન્યું છે. અંદાજીત દશ દિવસથી ખોદકામ કર્યા બાદ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેથી રહીશો અને દુકાનદારો પરેશાન થઈ હાડમારી...
06:15 PM Jun 04, 2023 IST | Hardik Shah

ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાંખવા કરાયેલું ખોદકામ સ્થાનિકો માટે જોખમી અને નડતરરૂપ બન્યું છે. અંદાજીત દશ દિવસથી ખોદકામ કર્યા બાદ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેથી રહીશો અને દુકાનદારો પરેશાન થઈ હાડમારી વેઠી રહ્યાં છે. ચોમાસાના પાણીનું પાણી આવતાં પૂર્વે પાલિકાના જવાબદારોની રેઢિયાળ નીતિના પગલે અત્યારે જ અહીંના કફોડી હાલત જોવા મળી રહી છે. ત્યારે વહેલી તકે ખોદકામ કરેલી આ ઊંડી ગટરની કામગીરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે.

ગોધરાના શહેરા ભાગોળ રેલવે ફાટક ખાતે હાલ અન્ડર બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેથી અહીં અવર જવર બંધ કરવામાં આવી છે. બીજી તરફ આ વિસ્તાર નીચાણ વાળો હોવાથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતાં હોય છે. આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ અન્ડર બ્રિજની કામગીરીને કારણે કરવો પડે એમ છે જેથી નગરપાલિકા દ્વારા અહીં અંદાજીત ચાર ફૂટ ઊંડી ગટર ખોદી છે, જેમાં વરસાદી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે.

અંદાજીત દશ દિવસથી ખોદવામાં આવેલી ગટર એજ સ્થિતિમાં યથાવત છે જેથી રહીશો અને દુકાનદારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. અહીં આવેલી દુકાનોમાં ગ્રાહક પણ જઈ નથી શકતા. મોટા માટીના ઢગલા અને ઊંડી ગટરના કારણે નાના બાળકો અને ઉંમર લાયક અશક્ત વ્યક્તિઓ અંદર ખાબકવાનો ભય સતાવી રહ્યો છે સાથે જ દુષિત પાણી ગટરમાં ભરાઈ ગયું હોવાથી ખૂબ જ દુર્ગન્ધનો સામનો વેપારીઓ અને રહીશો કરી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માંગ ઉઠી છે.

આ પણ વાંચો - હ્રદય દ્વાવક દ્રશ્યો, પિતા પગે પડ્યા, આજીજી કરી પણ દીકરી ટસની મસ ન થઇ અને પ્રેમી સાથે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – નામદેવ પાટિલ

Tags :
dangerous for the localsdraining rainwaterExcavation to lay a pipelineGodhra Newspanchmahal
Next Article