Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ

Panchmahal: પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે.
panchmahal  પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ
Advertisement
  1. એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો
  2. કિશન ભુરીયા નામના પોલીસ કર્મીનો મૃતદેહ મળતી આવતા ચકચાર
  3. પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવતા અનેક પ્રકારની ચર્ચાઓ

Panchmahal: પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે શહેરાના બોરીયા ગામના વતની અને એસીબીમાં ફરજ બજાવતા કિશન ભુરીયા નામના પોલીસ કર્મીનો મૃતદેહ મળ્યો છે. નોંધનીય છે કે, પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: VADODARA : હેલ્મેટ વગર ચાલુ બાઇકે ફોન પર વાત કરતો ટ્રાફીક જવાન સોશિયલ મીડિયામાં છવાયો

Advertisement

મૃતદેહને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ કર્મી કિશન ભુરીયાએ પાવર હાઉસ વિસ્તારમાં કૂદીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહીં છે. જોકે પોલીસ કર્મીએ કેમ અને ક્યાં સંજોગોમાં મોતને વ્હાલું કરી લીધું જેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. નોંધનીય છે કે, કિશન ભુરિયાના અકાળે નિધનથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Siddhpur ખળી ચોકડી પાસે ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે થઈ યુવકની હત્યા

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગત મોડી રાત્રે એક યુવકની હત્યાની થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે સિદ્ધપુર (Siddhpur) ખળી ચોકડી પાસે એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, ઈંડાની લારી પર માત્ર પૈસાની લેતી દેતી બાબતે બબાલ થઈ અને પછી બબાલ હત્યામાં પરિણમી હતી. અહીં વાત કઈક એમ છે કે, તકરારમાં હાથાપાઈ થઈ હતી જેથી ત્યાં ઉભેલો એક વ્યક્તિ મામલો શાંત કરવા માટે વચ્ચે પડ્યો હતો. પરંતુ અહીં મામલો શાંત કરવા વચ્ચે પડેલા વ્યક્તિ પર જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા.

Tags :
Advertisement

.

×