Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : ગોધરામાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો

ગોધરા શહેરમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી વિભાજન વિભિશિકા સ્મૃતિ દિન નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી, જિલ્લા પ્રભારી તથા ગોધરા...
panchmahal   ગોધરામાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો

ગોધરા શહેરમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી વિભાજન વિભિશિકા સ્મૃતિ દિન નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી, જિલ્લા પ્રભારી તથા ગોધરા અને મોરવા હડફના ધારાસભ્ય સહિત જિલ્લા પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

Advertisement

દેશ સ્વતંત્રતાના 76 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આવતીકાલે 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં આજના દિવસને એટલે 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો. ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.

Advertisement

વિભાજન દરમિયાન લોકોએ સહેલી યાતના અને વેદનાનું સ્મરણ કરાવવા માટે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ ગોધરા શહેરમાં આવેલ ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી જિલ્લા ભાજપ પ્રભારી ભરત ડાંગરની અધ્યક્ષતામાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઇશાંત સોની, ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી અને મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારની સહિત સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. APMC થી શરૂ થયેલી આ મશાલ રેલીનું ચર્ચ સર્કલ ખાતે સમાપન થયું હતું.

Advertisement

આ પણ વાંચો - ગાંધીનગરમાં ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું આ દિવસે કરવામાં આવશે આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.