Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : ગોધરામાં SRP જવાનોના બાળકો માટે અદ્યતન લાઈબ્રેરીનું આયોજન કરાયું

ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલ રાજ્ય અનામત પોલીસ દળ-5 ના કેમ્પસમાં રહેતા પોલીસજવાનો તેમજ પોલીસજવાનોના પરિવારો માટે વેલ્ફેર સંચાલિત અદ્યતન લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ લાઈબ્રેરી ઉભી કરવાનો મુખ્ય ઉદ્દેશ એસઆરપીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સતત ફરજ માટે બહાર...
panchmahal   ગોધરામાં srp જવાનોના બાળકો માટે અદ્યતન લાઈબ્રેરીનું આયોજન કરાયું

ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલ રાજ્ય અનામત પોલીસ દળ-5 ના કેમ્પસમાં રહેતા પોલીસજવાનો તેમજ પોલીસજવાનોના પરિવારો માટે વેલ્ફેર સંચાલિત અદ્યતન લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ લાઈબ્રેરી ઉભી કરવાનો મુખ્ય ઉદ્દેશ એસઆરપીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સતત ફરજ માટે બહાર રહેતા હોય છે જે સંજોગોમા તેઓના બાળકો એસઆરપી કેમ્પસમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે એવો છે.

Advertisement

તે સાથે જ આ લાઇબ્રેરી હાલમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા પોલીસજવાનો તેમજ પોલીસજવાનોના બાળકો માટે આશીર્વાદ રૂપ નીવડી રહી છે. આ લાયબ્રેરીમાં એક હજાર ઉપરાંત પુસ્તકો વાંચન અર્થે રાખવામાં આવ્યા છે. સેનાપતિ દ્વારા વિકસાવવામાં આવેલી લાયબ્રેરી થકી હાલ એસઆરપી ગ્રુપ 5 માં ફરજ બજાવતા કર્મચારીઓના સંતાનો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને સેનાપતિના શુભાશયને સિદ્ધ કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગયા છે.

Advertisement

ગોધરા ખાતે આવેલ એસઆરપી ગ્રુપ-5 ના જવાનો અને અધિકારીઓએ પોતાના કેમ્પસમાં જ લાઇબ્રેરીની શરૂઆત થાય તે માટે એક દ્રઢ સંકલ્પ કર્યો હતો, જેથી એસઆરપી ગ્રુપ-5નાં સેનાપતિ અને એસપીએસ અધિકારી તેજલ પટેલના અથાગ પ્રયાસને લઈને વેલ્ફેર સંચાલિત લાઇબ્રેરીની શરૂઆત માર્ચ મહિનામાં કરવામાં આવી હતી. જેમાં 1700થી વધારે પુસ્તકો રાખવામાં આવ્યા છે, જેમાં બાળ સાહિત્યથી શરૂઆત કરીને ચારિત્ર ઘડતર થાય તેવી વાર્તાઓ, નવલકથાઓ, અને મહિલાઓ માટે અલગ-અલગ રેસીપીની બુક્સ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું પણ સાહિત્ય અને પુસ્તકો ઉપલબ્ધ કરાયા છે, જેમાં તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

Advertisement

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરકાર દ્વારા સ્ટેટ રિઝર્વ પોલીસની નિમણુંક કરવામાં આવે છે.એસઆરપી માં ફરજ બજાવતાં કર્મચારીઓ ને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સતત ત્રણ મહિના સુધી ફરજ બજાવવાની થતી હોય છે આ સંજોગોમાં કર્મચારીઓના પરિવારજનો સરકારે એસઆરપી ગ્રુપમાં ઉભી કરેલી રહેવાની વ્યવસ્થા માટે ફાળવેલા કવાટર્સ માં વસવાટ કરે છે અને અભ્યાસ કરે છે.જયારે કર્મચારીઓ ફરજ ઉપર હોય ત્યારે તેઓના બાળકો અભ્યાસ માટે કેમ્પસમાં આવેલી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવતાં હોય છે ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ અન્ય સ્થળેથી મેળવે છે. પરંતુ કર્મચારીઓ ની આવકના પ્રમાણમાં સ્પર્ધાત્મક તૈયારીઓ માટે ખાનગી કલાસીસ માં જવુ પરવડતું નથી.

આ તમામ બાબતને ધ્યાનમાં રાખી ગોધરા એસઆરપી ગ્રૂપ 5 માં સેનાપતિ તરીકે નિમણુંક થઈ આવેલા તેજલ પટેલ દ્વારા એસઆરપી કેમ્પસમાં આવેલી લાયબ્રેરી ને અદ્યતન બનાવવાની પહેલ કરી છે.કર્મચારીઓના વેલફેર ફંડ માંથી દિલ્હી અને અલગ અલગ સ્થળોએથી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ અને નવલકથા સહિતના પુસ્તકો ની ખરીદી કરી લાયબ્રેરીમાં વસાવ્યા છે.હાલ તમામ પુસ્તકો ની મદદથી કર્મચારીઓના બાળકો લાયબ્રેરીમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી હોંશભેર કરી રહ્યા છે. જેને લઈ એસરપીના કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

આ ઉપરાંત એસઆરપી ગ્રુપ પોલીસમાં ફરજ બજાવતા જવાનો કે જવાનોના બાળકો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે, તેઓ માટે પણ રેગ્યુલર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં મેગેઝિન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જનરલ નોલેજ, કરંટ અફેર્સના મેગેઝીન રેગ્યુલર આવે છે, ચિત્રલેખા અને સફારીને એસ આર પી ગ્રુપ-5ની લાઇબ્રેરીનો એક ભાગ બનાવવામાં આવ્યો છે.આમ વેલ્ફેર સંચાલિત લાઇબ્રેરીમાં ધીમેધીમે વાચકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ લાઇબ્રેરીનું મેનેજમેન્ટ કર્મચારીઓના વેલ્ફર ફંડમાંથી કરવામાં આવે છે,જેમાં ₹ 100 રિફંડડેબલ ફંડથી લાયબ્રેરીનું સભ્યપદ મેળવી શકાય છે અને એસઆરપી ગ્રુપ-5ના કોઈપણ જવાન કે તેઓના પરિવારજનો મેમ્બર બની શકે છે.

તો આ લાયબ્રેરીમાં 18 વર્ષથી નીચેના બાળકો માટે નિઃશુલ્ક સભ્યપદ રાખવામાં આવ્યુ છે,જ્યારે એક જવાન બે કાર્ડ મળે છે જેમાંથી બે બુક ઇસ્યુ કરી શકે છે. અને અહીં બેસીને વાંચવામાં કોઈ પણ બંધન નથી, તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને લઈ સેનાપતિ દ્વારા વિકસાવવામાં આવેલી લાયબ્રેરી થકી હાલ એસઆરપી ગ્રુપ 5 માં ફરજ બજાવતા કર્મચારીઓના સંતાનો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને સેનાપતિના શુભાશયને સિદ્ધ કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગયા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : અમદાવાદમાં ભુવા બાખડ્યા…! બંદૂકના નાળચે અપહણ કરી કાપી જટા

Tags :
Advertisement

.