Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PANCHMAHAL : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ અખંડ ભારતના શિલ્પી અને ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ગોધરા શહેરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. ગોધરા શહેરના ન્યુ ઇરા હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર આશિષ...
panchmahal   સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

Advertisement

અખંડ ભારતના શિલ્પી અને ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ગોધરા શહેરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. ગોધરા શહેરના ન્યુ ઇરા હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું,

Advertisement

આ રેલી ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પાંજરાપોળ અને એલ આઇસી માર્ગ પર થઈને સરદારનગર ખંડ ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગોધરા શહેરના સર્વ ધર્મ સમાજના વ્યક્તિઓ આ રેલીમાં જોડાયા હતા. ગોધરા શહેરમાં નીકળેલી આ રેલીનું ભારત વિકાસ પરિષદ, જિલ્લા ભાજપ સંગઠન અને બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર નગર ખંડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી,  જિલ્લા પાટીદાર સમાજ,તેમજ જિલ્લા ભાજપ સંગઠન અને જિલ્લા કોંગ્રેસ સંગઠનના વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો -- AMBAJI : રાષ્ટ્રીય બહુજન અધિકારના સભ્યો અંબાજી આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.