ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાલનપુરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનેલ રાજીવ આવાસના મકાનો ખંડેર બન્યા

ભારતના વડાપ્રધાનનું સ્વપ્ન છે કે ઘરવિહોણા લોકોને ઘર મળે તે હેતુસર શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના સહિત અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. પરંતુ જિલ્લા મથક પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે છેલ્લા સાત વર્ષથી રાજીવ આવાસ યોજનાના 32 કરોડના મકાનો ધૂળ...
06:26 PM May 18, 2023 IST | Dhruv Parmar

ભારતના વડાપ્રધાનનું સ્વપ્ન છે કે ઘરવિહોણા લોકોને ઘર મળે તે હેતુસર શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના સહિત અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. પરંતુ જિલ્લા મથક પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે છેલ્લા સાત વર્ષથી રાજીવ આવાસ યોજનાના 32 કરોડના મકાનો ધૂળ ખાઈ રહ્યા છે સાથે સાથે પ્લાન્ટ પણ ધૂળ ખાલી રહ્યો છે. પાલનપુર પાલિકાની બેદરકારીને કારણે અને ભ્રષ્ટનીતીને કારણે સરકારી નાણા નો દુરુપયોગ તો થયો છે સાથે સાથે સરકાર સાથે પણ પાલનપુર પાલિકાએ છેતરપિંડી આચર્યા જેવો ઘાટ ઘડાયો છે.

બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર નજીક 32 કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા સાત વર્ષથી ધૂળ ખાઈ રહી છે.અને પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ના હાલે તેવી બાબત પાલનપુર નગરપાલિકામાં છે. વર્ષ 2016 માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરીપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજના ના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુર ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા. આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી.

મહત્વનું છે કે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વગર 32 કરોડના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે સરકારના 32 કરોડ રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે. 1986 થી પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા સદરપુર ખાતે આવેલી જમીન ખાતે નિકાલ થતું હતું અને પાલનપુર શહેરના કચરાના નિકાલ માટે વર્ષ 2012 માં ઓક્સીડન્ટ પ્લાન્ટ 8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. પરંતુ 8 કરોડના ખર્ચે બનેલો પ્લાન્ટ પણ છેલ્લા 11 વર્ષથી બંધ હાલતમાં છે તેનો ઉપયોગ નથી થયો અને શહેર પરનું ગંદા પાણીનો નિકાલ પણ અત્યારે રાજીવ આવાસ યોજનામાં થઈ રહ્યો છે.

સદરપુર ગ્રામ પંચાયત પાસે ગામ તળ નથી ગામના લોકોને રહેવા માટે મકાન માટે મુશ્કેલીઓ છે. ત્યારે સદરપુર ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતી જમીન પર પાલનપુર નગરપાલિકાએ મંજૂરી લીધા વિના રાજીવ આવાસ ઉભા કરી દીધા. જોકે નથી ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી આપી કે નથી હેતુફેરની મંજૂરી આપી કોઈપણ પ્રકારની સદરપુર ગ્રામ પંચાયતની મંજૂરી લેવામા આવી નથી અને મનમાની કરી અને આ રાજીવ આવાસ યોજના બનાવી દીધી છે. જે બાબતે પણ અગાઉના અને વર્તમાન સરપંચોએ પણ વિરોધ કરેલો છે.

જે રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે. પરંતુ હવે મકાનની લોકોને લાભ મળે વંચિતોને લાભ મળે તે આસઈથી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે અને હેતુફેરની મંજૂરી માટેની દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યાએ વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે. જોકે સરકારની મળતાની સાથે જ રાજીવ આવાસનું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે.

ગેર કાયદેસર બનાવેલી રાજીવ આવાસ યોજનાના 1392 મકાન 32 કરોડના ખર્ચે બન્યા હતા જે આજે સાત વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીબાવાસી યોજનાને ખસેડી ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે. પરંતુ હવે જોવું એ રહ્યું કે સરકારના 32 કરોડ રૂપિયા ગંદા પાણીમાં જશે કે પછી તેનો ગરીબ લોકોને લાભ મળશે.

અહેવાલ : સચિન શેખલીયા, બનાસકાંઠા

આ પણ વાંચો : પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આ મહિનામાં થશે પોલીસ ભરતીનું આયોજન

Tags :
GujaratMunicipal CorporationPalanpurRajiv Awas
Next Article
Home Shorts Stories Videos