નડિયાદમાં આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિકને ત્યાં ઈન્ક્મટેક્સ વિભાગના દરોડા
ખેડા જિલ્લાના નડિયાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નડિયાદથી કમળા જવાના રોડ પર આવેલ કુમાર પેલેસમાં ઈન્ક્મટેક્સના દરોડા પડ્યા હતા. ડભાણ પાસે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુમાર મેધરાજને ત્યાં ઈન્ક્મટેક્સના દરોડા પડતા ફફડાટ વ્યાપ્યો હતો.
એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિકને ત્યાં સુરત ઈન્ક્મટેક્સ વિભાગ ધ્વારા સર્ચ ઓપરેશન કરાયું
કુમાર મેઘરાજ નડિયાદના ડભાણ ગામમાં હાઇવે પર હળદર, મરચું, ધાણા જીરું આમલી વગેરે જેવા મસાલાનો વ્યાપાર છે. નોંધનીય વાત એ છે કે વિસ્તારના મસાલાના સૌથી મોટા વ્યાપારી છે. કુમાર મેઘરાજની એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝનો ગરમ મસાલો, હળદર અને મરચું જેવા મસાલા વિદેશમાં પણ વેચાઈ છે. તેવા કંપનીના માલિક કુમાર મેઘરાજભાઈ મંજીપુરા રોડ પર આવેલ પોતાનો વૈભવી પેલેસ કુમાર પેલેસમાં રહે છે. તેમના આ વૈભવી બંગલા ખાતે આજે સુરત ઈન્ક્મટેક્સ વિભાગ ધ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બેનામી વ્યવહારો અને કર ચોરીને ડામવા માટે આવકવેરા વિભાગે જુમ્બેશ હાથ ધરી
ત્યારે આજે બેનામી વ્યવહારો અને કર ચોરીને ડામવા માટે આવકવેરા વિભાગે જુમ્બેશ હાથ ધરી હતી. સમગ્ર બાબત અંગે આગળની કોઈ માહિતી હજી સુધી બહાર આવી નથી. હવે ઈન્ક્મટેક્સ વિભાગની બધી તપાસ પૂરી થયા બાદ જ આગળની માહિતી પ્રાપ્ત થશે. શહેરના આવા ધનિક વ્યક્તિને ત્યાં આ રીતે અણધારી રેડને કારણે વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો હતો.
અહેવાલ - કિશન રાઠોડ