HSC Board Result: છોટાઉદેપુર જિલ્લાના HSC બોર્ડના પરિણામમાં એકંદરે સુધારો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
HSC Board Result: છોટાઉદેપુર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ સામાન્ય પ્રવાહ મા 23 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 15 ટકા પરિણામ વધુ મળી આવેલ છે. પરંતુ આજે પણ રાજ્ય સ્તરે પરિણામની દ્રષ્ટિએ છોટાઉદેપુર જિલ્લો ઘણો પાછળ જોવા મળી રહ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ બહાર પાડવામાં આવેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરિણામોમાં છોટાઉદેપુર જિલ્લાના છેલ્લા પાંચ વર્ષના પરિણામો જોતા તેમાં સુધારો જોવા મળી આવ્યું છે. જેને લઇ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજો ફરી વળ્યુ છે. અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમારે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.
આ વર્ષે 91.84 પરિણામ મળી આવતા 23% જેટલો વધારો નોંધાયો
વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ (HSC Board Result) ઉંચું મળી આવ્યું છે. જેમાં 2023 માં સામાન્ય પ્રવાહનું પરિણામ 69.18 ટકા હતુ, જ્યારે આ વર્ષે 91.84 પરિણામ મળી આવતા 23% જેટલો વધારો નોંધાયો છે. તો વર્ષ 2023 માં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 36.17 ટકા હતું જ્યારે આ વર્ષે 51.36 ટકા મળી આવતા 15 ટકા પરિણામ વધ્યું હોવાનું નોંધાયું છે.રાજ્યમાં પરિણામ દેખાવની દ્રષ્ટિએ હજી પણ છોટાઉદેપુર જિલ્લો પાછળ હોવાનું નોંધાઈ રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે પરિણામ ની દ્રષ્ટિએ રાજ્યમાં છોટા ઉદેપુર જીલ્લો 34 માં ક્રમે હતો. જે એક સ્ટેપ નીચે ઉતરતા 35 માં ક્રમે આ વર્ષે પહોંચ્યો છે. તો સામાન્ય પ્રવાહના પરિણામ ના દેખાવની દ્રષ્ટિએ રાજ્ય સ્તરે ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લો 23 માં ક્રમે હતો.જે આ વર્ષે 17મા ક્રમે પહોંચ્યો છે.
સામાન્ય પ્રવાહમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓ એ પ્લસ ગ્રેડ મેળવ્યો
વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થી એ પ્લસ ગ્રેડ મેળવી શક્યો નથી. છોટાઉદેપુર જિલ્લામાં સારા પરિણામ ની સાથે હજી પણ ગુણવત્તાયુક્ત શિક્ષણની તાતી જરૂરિયાત હોય તેમ જિલ્લાના મળી આવેલ પરિણામમાં વિજ્ઞાન પ્રવાહનો એક પણ વિદ્યાર્થી એ પ્લસ ગ્રેડ મેળવી શક્યો નથી જ્યારે સામાન્ય પ્રવાહમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓ એ પ્લસ ગ્રેડ મેળવી શક્યા છે. મળતી વિગતો પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની બે શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે એચ.એસ.સી બોર્ડનું પરિણામ બંને પ્રવાહમાં પાછલા વર્ષની સરખામણએ ઊંચો નોંધાયો છે. જે એક સરાહનીય બાબત છે, પરંતુ એ વાતને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે કે, જિલ્લાની બે શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. ત્યાર બાદ 30% કરતાં નીચે પરિણામ વાળી શાળાઓ સામાન્ય પ્રવાહમાં કુલ બે અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ ચાર નોંધાઇ છે.
છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામમાં 1 થી 3 માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીનું નામ | ટકા | શાળાનું નામ |
રાઠવા અક્ષરીબેન નાગજીભાઈ | 92% | શ્રી શાસ્ત્રી વિદ્યાલય શીથોલ |
હરીજન હિતેશભાઈ પ્રવીણભાઈ | 91.42% | શ્રી કવાટ ઇંગ્લિશ સ્કૂલ |
શેખ મુસ્કાનબાનુ મહંમદ સિદ્દીક | 90.85% | શ્રી કવાટ ઇંગ્લિશ સ્કૂલ |
છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં એક પણ શાળા સો ટકા પરિણામ મેળવી શકી નથી. ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળી આવેલ આજરોજ પરિણામના આંકડાઓ જોતા છોટાઉદેપુર જિલ્લાની એક પણ શાળા વિજ્ઞાન પ્રવાહમાં સો ટકા પરિણામ મેળવી શકી નથી. જોકે સામાન્ય પ્રવાહમાં કુલ 19 શાળાઓ એવી છે કે જેમનું પરિણામ 100% મળી આવેલ છે.
છોટાઉદેપુર જિલ્લાના વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ 1 થી 3 ક્રમમાં આવતા વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીનું નામ | ટકા | શાળાનું નામ |
ભગત મોક્ષા અલ્પેશભાઈ | 92% | શેઠ એચ એચ શિરોલા વાલા હાઇસ્કુલ બોડેલી |
મંતસાબાનુ ઈમ્તિયાજ અલી | 87.50% | શેઠ એચ એચ શિરોલા વાલા હાઇસ્કુલ બોડેલી |
અસ્ફિયા ઇમરાન ભાઈ મનસુરી | 86.80% | શેઠ એચ એચ શિરોલા વાલા હાઇસ્કુલ બોડેલી |
છોટાઉદેપુર જિલ્લામાં મળેલ પરિણામમાં પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 82.83 ટકા નોંધાયું છે તો સૌથી વધુ પરિણામ ભેંસાવહી કેન્દ્રનું 98.81 ટકા નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું બોડેલી કેન્દ્રનું 47.98 ટકા નોંધાયું થયું છે, તો સૌથી વધુ પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 54.78 ટકા નોંધાયો છે.