સાધ્વી સાથે સાધુ સાગરચંદ્ર સાગરના બીભત્સ ફોટા વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ
- જૈન સમાજના સાધુ સામે પાખંડના આરોપ સાથે ભારે રોષ
- સાધુ સાગરચંદ્ર સાગર સામે જૈન સમાજમાં ભારે આક્રોશ
- જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાઇરલ થતા આક્રોશ
- પાખંડીઓને લીધે સમાજ થાય છે બદનામ : જૈન સમાજ
એક પાખંડી સાધુના પાખંડથી સમગ્ર જૈન સમાજમાં (Jain Samaj) ભારે રોષ વ્યાપી ગયો છે. સાધુ સાગરચંદ્ર સાગર સામે જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાધુ સાગરચંદ્ર સાગરના (Sadhu Sagarchandra Sagar) એક જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાઇરલ થતા સમાજનાં લોકો રોષે ભરાયા છે અને સાધુ સાગરચંદ્ર અને સાધ્વીને સંસારમાં પરત મોકલવા ઊગ્ર માગ ઊઠી છે. આ મામલે ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના (Madhya Pradesh) જૈન સમાજનાં અગ્રણીઓની તીખી પ્રતિક્રિયા પણ સામે આવી છે.
આ પણ વાંચો - VADODARA : ધારાસભ્ય અને મહંતે કુબેર ભંડારી મંદિરના દ્વાર ખોલ્યા, વિવાદ શમવાના સંકેત
જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાઇરલ થતા સમાજમાં આક્રોશ
પ્રાપ્ત માહિતી અનુસાર, જૈન સમાજનાં (Jain Samaj) સાધુ સાગરચંદ્ર સાગરના પાખંડનાં કારણે સમગ્ર જૈન સમાજ શર્મસાર થયો છે. સાધુ સાગરચંદ્ર સાગરના એક જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના લોકોએ સાધુ સાગરચંદ્ર સાગર સામે ઊગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે અને સાધુ સાગરચંદ્ર અને સાધ્વીને સંસારમાં પરત મોકલવા ઊગ્ર માગ કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર (Maharashtra), મધ્યપ્રદેશનાં જૈન સમાજનાં અગ્રણીઓએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી કહ્યું કે, આવા પાખંડીઓને લીધે જ સમાજ બદનામ થાય છે. દેશના દરેક સંઘમાં સાગરચંદ્રની નો-એન્ટ્રી હોય તેવી અમારી માગ છે.
આ પણ વાંચો - Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ યોજાઈ
પથ્થરને ભગવાન બનાવી ચાંદી એકઠી કર્યાનો પણ આરોપ
માહિતી અનુસાર, સાધુ સાગરચંદ્ર સાગર (Sadhu Sagarchandra Sagar) સામે પથ્થરને ભગવાન બનાવી ચાંદી એકઠી કર્યાનો પણ આરોપ છે. સમાજનાં અગ્રણીઓએ કહ્યું કે, સાગરચંદ્ર અને ફોટોમાં દેખાતી સાધ્વીજીને સંસારમાં પરત મોકલી દેવા જોઈએ. સાધુ વેશમાં મૂર્તિઓનો વેપાર ? ગરીબ પરિવારોને પૈસા આપીને દીક્ષાના નામે ધંધો ? આશ્રયસ્થાન કે મંદિર માટે જમીનનો સોદો કરવો ? સંતના વેશમાં આ બધું કરવું કેટલું યોગ્ય છે ? આવા પાંખડી સાધુઓના કારણે સાચા સાધુઓને પણ તકલીફ થતી હોય છે. ધર્મના નામે ધંધો કરનારાઓને દુનિયામાં પરત મોકલવા અને તેમને પાપથી બચાવવા એ આપણી ફરજ છે અને આપણે પણ બચવાની જરૂર છે.
આ પણ વાંચો - કલા, સંગીત અને સાહિત્યના પ્રચારની આ કેવી રીત છે?, આણંદ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં વિવાદના 'ઠુમકા'