Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

surat: બાંગ્લાદેશમાં બડકેલી હિંસાએ ગુજરાતની ચિંતા વધારી, કરોડોના ઓર્ડર થંભી ગયા

બાંગ્લાદેશમાં ઉદ્ભવેલી હિંસા બાદ સુરત કાપડ માર્કેટમાં ચિંતા બાંગ્લાદેશ થકી સુરત કાપડ માર્કેટનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડનું દુર્ગાપૂજા અને અન્ય તહેવારોમાં સુરત કાપડ માર્કેટમાં રહે છે તેજી surat: બાંગ્લાદેશની હાલત અત્યારે ખુબ જ ખરાબ જોવા મળી રહીં છે. પ્રદર્શનકારીઓએ...
surat  બાંગ્લાદેશમાં બડકેલી હિંસાએ ગુજરાતની ચિંતા વધારી  કરોડોના ઓર્ડર થંભી ગયા
  1. બાંગ્લાદેશમાં ઉદ્ભવેલી હિંસા બાદ સુરત કાપડ માર્કેટમાં ચિંતા
  2. બાંગ્લાદેશ થકી સુરત કાપડ માર્કેટનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડનું
  3. દુર્ગાપૂજા અને અન્ય તહેવારોમાં સુરત કાપડ માર્કેટમાં રહે છે તેજી

surat: બાંગ્લાદેશની હાલત અત્યારે ખુબ જ ખરાબ જોવા મળી રહીં છે. પ્રદર્શનકારીઓએ પીએમ આવાસ પર હુમનો કરીને કબ્જો જમાવ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અત્યારે પણ બાંગ્લાદેશમાં હિંસા ભડકી રહીં છે. કેટલાક હિંદુ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહીં છે. વિગતે વાત કરવામાં આવે તો, બાંગ્લાદેશમાં ઉદભવેલી પરિસ્થિતિને લઈ સુરત કપડા માર્કેટ (Surat Garment Market) ભીંસમાં જોવા મળી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat : દેશભરમાં જાહેર સેવા ક્ષેત્રે ગુજરાતનો ફરી એકવાર વાગ્યો ડંકો, CM એ લખ્યું - PM નરેન્દ્ર મોદીનાં...

Advertisement

ઓર્ડરો કેન્સલ થવા, પેમેન્ટ ન થવુ, નવા ઓર્ડરો ન મળવાની ભીતિ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત કપડા માર્કેટ (Surat Garment Market)માં બાંગ્લાદેશ થકી વાર્ષિક 500 કરોડનું ટર્નઓવર કરતું હતું. નોંધનીય છે કે, દુર્ગા પૂજા અને અન્ય તહેવારોને લઈ કરોડોનું ટર્નઓવર સુરત કપડા માર્કેટ (Surat Garment Market) કરતું હતું. આ સાથે સાથે એક્સપોર્ટ થકી અને ડાયરેક્ટ પણ સુરત કપડા માર્કેટ બાંગ્લાદેશ સાથે વ્યવહાર હતો. ગ્રે કાપડને આરએફડી કરીને, પ્રિન્ટેડ અને ડાયટ ગારમેન્ટ લંબ કરીને અને સ્પીચ ગારમેન્ટ મોકલવામાં આવતા હોય છે. આજે આ વ્યવહાર 60 થી 120 દિવસના સાયકલ પર ચાલતી હોય છે.

આ પણ વાંચો: Viju Sindhi : ગુજરાતનો નંબર 1 કરોડપતિ બુટલેગર વિજુ સિંધી ED ના રડારમાં

Advertisement

બાંગ્લાદેશની સ્થિતિને લઈ 150થી 200 કરોડના ઓર્ડર થંભી ગયા

મહત્વની વાત એ છે કે, હજુ બે ચાર દિવસ આ પરિસ્થિતિને થયા છે એટલે નુકસાનનો કોઈ આંકડો નથી, પરંતુ જો આ જ પરિસ્થિતિ રહેશે તો કપડા માર્કેટને મોટો નુકસાન સહેવું પડશે. આ પરિસ્થિતિ જો યથાવત તો ઓર્ડરો કેન્સલ થશે અને પૈસા અટવાશે. આવી તમામ પ્રકારની હાલાકીનો સામનો સુરત (Surat)ના વેપારીઓને કરવો પડશે. બાંગ્લાદેશની પરિસ્થિતિને લઈ 150 થી 200 કરોડનો જે ઓર્ડર છે તે હાલ થંભી ગયો છે. જેના કારણે અત્યારે મોટા નુકસાનની આશા દેખાઈ રહીં છે.

આ પણ વાંચો: Rajkot : RMC નાં પૂર્વ સિટી ઇજનેરનાં ઘરે તપાસ મામલે કમિશનરની PC, આપી આ માહિતી

Tags :
Advertisement

.