Rural Olympics: તરણેતરમાં યોજાશે ઓગણીસમો ગ્રામિણ ઓલિમ્પિક, મેળા સાથે રમતોનો અદ્ભુત સમન્વય
- તરણેતર ગ્રામિણ ઓલિમ્પિક 2024 નું ભવ્ય આયોજન
- તરણેતરમાં થશે ઉત્સવ અને રમતોનો અદ્ભુત સમન્વય
- સ્થાનિક રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે ઉત્તમ તક
Rural Olympics: તરેણતરના મેળાનું આયોજન કેટવાય વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ મેળા દરમિયાન એક ભવ્ય રમત ઉત્સવ પણ યોજવામાં આવે છે? વર્ષ 2024-25 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે ગ્રામિણ ઓલિમ્પિક (Rural Olympics)નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ 6 થી 8 સપ્ટેમ્બર 2024 સુધી લોકમેળામાં યોજવામાં આવશે. નોંધનીય છે કે, આ કાર્યક્રમ આપણી ગામની પરંપરાગત રમતોને જાળવવા અને સ્થાનિક રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે ઉત્તમ તક છે.
ગ્રામિણ ઓલિમ્પિક 2024-25 | |
ભાઇઓ માટેની રમતો | બહેનો માટેની રમતો |
ટુંકી દોડ | ટુંકીદોડ |
લાંબી દોડ (૪ x ૧૦૦ મી.રીલે દોડ) | લાંબી દોડ (૪ x ૧૦૦ મી.રીલે દોડ) |
લાંબી કુદ | લાંબી કુદ |
ગોળા ફેંક | ગોળા ફેંક |
નારીયેળ ફેંક | વોલીબોલ |
કુસ્તી | કબડ્ડી |
વોલીબોલ | લંગડી |
લંગડી | |
નારગોયું (નારગોલ) | દોરડાકુદ (રોપ સ્કીપીંગ) |
કબડ્ડી | |
રસ્સાખેંચ | માટલાદોડ |
ખાંડના લાડવા ખાવાની હરીફાઇ |
આ પણ વાંચો: Gujarat: વિધાનસભા અમૂલ કેન્ટિનમાં ફરીથી ભોજનની ગુણવત્તા પર પ્રશ્નાર્થ, નાસ્તામાંથી નીકળ્યો વાળ
રમતગમત અને સ્પર્ધાઓનું આવું છે આયોજન
ગ્રામિણ ઓલિમ્પિક (Rural Olympics)માં અનેક રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવશે. ભાઈઓ માટે ટુંકી દોડ, લાંબી દોડ (4x100 મીટર રેલી), લાંબી કૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, નારગોયું (નારિયેલ), કબડ્ડી, રસ્સાખેંચ અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈ જેવી સ્પર્ધાઓ રહેશે. જ્યારે બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ (4x100 મીટર રેલી), લાંબી કૂદ, ગોળા ફેંક, વોલીબોલ, કબડ્ડી, લંગડી, દોરડાકુદ (રોપ સ્કીપીંગ) અને માટલાદોડ જેવી રમતોના આયોજન કરવામાં આવશે.
તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકના પરિપત્ર અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
એન્ટ્રી અને પુરસ્કાર
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ટીમો અને રમતવીરોને 27 એગસ્ટ 2024 સુધી પોતાના એન્ટ્રી ફોર્મ સબમિટ કરવાના રહેશે. એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, મું.લીંબડી, જી-સુરેન્દ્રનગર -363421 પર મોકલવાનું રહેશે. નોંધનીય છે કે, આમાં 12 અને 16 વર્ષથી નાની વયના શાળાના વિદ્યાર્થીઓએ પોતાના શાળાના આચાર્યના સહી અને સીલ સાથે એન્ટ્રી ફોર્મ મોકલવાનું રહેશે. આ સાથે સાથે વિજેતા ખેલાડીઓને આકર્ષક રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું