Bhavnagar Marketing Yard ખુલતાની સાથે જ મગફળીની મબલખ આવક, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
- કમોસમી વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું
- જોકે મગફળીના ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી
- વર્તમાનમાં મગફળીના 1100 થી લઇ 1756 સુધીના ભાવ બોલાયા
Bhavnagar Marketing Yard: હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડ ખુલતાની સાથે નવી મગફળીની આવક શરુ થઇ છે. મહત્વની વાત એ છે કે, ખેડૂતોને મગફળીના ભાવ સારા આવી રહ્યા છે. હાલ તામિલનાડુ જેવા રાજ્યમાંથી પણ વેપારીઓ મગફળીની ખરીદી કરવા ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે. વર્તમાન સમયમાં મગફળી 1100 થી લઇ 1756 સુધીના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવ મળ્યો હતો.
માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની મબલખ પ્રમાણમાં આવક
સમગ્ર રાજ્યમાં ભાવનગર જીલ્લો મગફળી માટે મોખરાનું સ્થાન ધરાવે છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના ભાલ પંથકને બાદ કરતાં તમામ તાલુકાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના મહુવા તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડ (Bhavnagar Marketing Yard) ખાતે મગફળીની મબલખ પ્રમાણમાં આવક શરૂ થઈ છે. આ વર્ષે ઓગસ્ટમાં સારા વરસાદ પડ્યા બાદ ખેડૂતો દ્વારા કરાયેલા મગફળીના વાવેતરમાં સારો પાક થવાની આશા હતી. પરંતુ બાદમાં કમોસમી વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું છે. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની હરાજી શરૂ થતા ખેડૂતો પોતાની મગફળીને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ભાવનગર માર્કેટિંગ યાર્ડ સહિતના જિલ્લાના દરેક માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
આ પણ વાંચો: Gujarat એસટી વિભાગે તહેવારોમાં કરી બમ્પર કમાણી, એક જ સપ્તાહમાં 16 કરોડની આવક
20 નંબરની મગફળી જેના 1390 રૂપિયા ભાવ બોલાયા
નોંધનીય છે કે, ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 25 હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે. જેના ભાવ પણ સારા આવી રહ્યા છે. જેમાં સૌથી નીચા ભાવની 20 નંબરની મગફળી જેના 1390 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે સૌથી ઊંચા ભાવની મગફળી 66 નંબરની જેના 1756 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. જેનું કારણ ભાવનગરની 66, 5 અને 9 નંબરની મગફળીની સારી ક્વોલિટી હોવાને લઈને તામિલનાડુ જેવા સ્ટેટમાંથી વેપારીઓ મગફળીની ખરીદી કરવા માટે છેક ભાવનગર સુધી પહોંચ્યા હતા.
આ પણ વાંચો: શાળાના વિદ્યાર્થીઓની 4000 સાયકલ બની ભંગાર, આજુબાજુ ઉગી નિકળ્યા ઝાડી-ઝાંખરા
66 નંબરની મગફળીના 1742 ભાવ બોલાયા
મહત્વનું છે કે, તામિલનાડુ જેવા રાજ્યમાં વેપારીઓ અહીંથી મગફળી લઈને બિયારણ તરીકે ત્યાંના ખેડૂતોને આપે છે. જેના લીધે અહીંની મગફળીના બિયારણની ક્વોલિટીથી તામિલનાડુ જેવા રાજ્યોમાં સારી મગફળીનું ઉત્પાદન થઈ શકે અને જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે. ભાવનગર (Bhavnagar)માં હાલના સમયમાં 20 નંબરની મગફળીના 1390 રૂપિયા, 9 નંબરની મગફળીના 1756 રૂપિયા, 5 નંબરની મગફળીના 1715 અને સૌથી વધુ 66 નંબરની મગફળીના 1742 ભાવ બોલાયા હતા. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Pavagadh જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ સમયે મંદિર રહેશે બંધ!