IPLની મેચો પર ઓનલાઇન સટ્ટાનો પર્દાફાશ, ૩.૪૬ કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું, ચાર બુકીઓ ઝડપાયા
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત
IPL પર ઓનલાઇન સટ્ટાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે,રૂપિયા ૩.૪૬ કરોડનું ટ્રાન્ઝેક્શન ખુલ્યું છે,દીપુ સિંધી,રિતેશના સટ્ટા રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, ડોલી સિંધી ફરાર,સુરતના રાંદેર રામ નગર માં ચાર બુકીઓ ઝડપાયા, ખેલીઓ તથા બુકી સહિત ૯૬ વોન્ટેડ, ગાંધીનગરની સ્ટેટ વિજલન્સની રેડમાં ખુલી સટ્ટાનો મોટો ખેલ.
વિદેશમાં બેસેલા મોટા બુકીઓ સુરત અને દેશના પેટા બુકીઓ મારફત ગ્રાહકોને ઓનલાઇન એપ મારફત સટ્ટો રમાડી કરોડો ખંખેરી રહ્યાની વિગતો વચ્ચે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના રાંદેર રામનગરના કુખ્યાત બુકી દીપુ સિંધી, રિતેશ પટેલ સંચાલિત સટ્ટા રેકેટ ઉપર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં રોકડા રૂપિયા, ૨૮ મોબાઇલ ફોન તથા બે વાહન સહિત ૫.૬૯ લાખની માલમત્તા સાથે ચાર શખ્સોની ધરપકડ કરાઇ હતી જ્યારે તેમના ભાગીદાર ડોલી સિંધી તથા બહારથી ઓપરેટ કરતાં બુકી અને સટોડિયાઓ સહિત ૯૬ ને વોન્ટેડ જાહેર કરાયા હતા. આ બુકીઓનાં બેન્ક ટ્રાન્ઝેક્શન તપાસવામાં આવતાં કુલ ૩.૪૯ કરોડનું સટ્ટાનું ટ્રાન્ઝેક્શન આવ્યું હતું.
રાંદેરના રામનગરના એક મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેઇડ કરાઈ હતી,આ અંગે એસીપી બી એમ ચોધરી એ જણાવ્યુ હતું કે રેડમાં કુખ્યાત બુકી દીધુ સિંધી તથા તેનો પાર્ટનર રિતેશ પટેલ ઉપરાંત બહારથી કોઇ આવે તેની ઉપર વોચ રાખનાર રિતેશનો ભાઇ વિનેશ અને અહીં ૨૦ હજારના પગાર ઉપર લેપટોપ ઉપર સટ્ટાના હિસાબો લેવાનું કામ કરતાં ડેનીશ મહેશ પંચોલી ને ઝડપી લેવાયા હતા..
દીપુની પૂછપરછમાં ત્રીજો ભાગીદાર પાલ ગામનો ડોલી સિંધી હોવાનું અને આ રેકેટમાં નફા-નુકસાનમાં ૫૦ ટકાનો ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. જોકે તે પોલીસને હાથ આવ્યો ન હતો.પોલીસને અહીં થી એક એટેચી મળી હતી,જેમાં આઠ ફોન હતા. તેની સાથે હેડફોન જોડવામાં આવ્યો હતો. બાજુ માં બોબડી કાડવાળો ફોન હતો. રિલેશ પટેલ આ બોબડી કાર્ડથી સ્કોર સાભળી બીજા આઠ ગ્રાહકો ના ફોન રિસીવ કરી સટ્ટો લેતો હતો. પોલીસે તેમની પાસેથી મળેલી એપ્લિકેશન ચેક કરતા ૩૧ માર્ચથી ૨૦ મે સુધીમાં કુલ ૩.૪૬ કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હતું,રાજસ્થાન ના ભીલવાડામાં બેસેલા નવીન પાસે સટ્ટાની રકમ કપાવતા હતા. વધુમાં એસીપી બી એમ ચોધરી એ ઉમેર્યું હતું કે એપ્લિકેશનમાં ચેક કરતા કુલ ૯૬ ગ્રાહકોની માહિતી મળી આવી હતી. ચાર વર્ષ પહેલાં માત્ર પાંચ હજારમાં સટ્ટાની એપ્લિકેશન બનાવી આપનાર ઉંઝાના અંકિતને પણ વોન્ટેડ જાહેર કરાયો છે. .