Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પ્રોગ્રામને વેગ આપતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

અહેવાલ - સંજય જોશી  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પ્રોગ્રામને વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે.  મુખ્યમંત્રીશ્રીના હસ્તે આવતીકાલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0)ના અમલીકરણના ભાગરૂપે અમદાવાદ...
07:52 PM Dec 04, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - સંજય જોશી 
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પ્રોગ્રામને વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે.  મુખ્યમંત્રીશ્રીના હસ્તે આવતીકાલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0)ના અમલીકરણના ભાગરૂપે અમદાવાદ ખાતે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)નું ઉદઘાટન કરવામાં આવશે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ રાજ્યમાં સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. જેની સફળતાના પરિણામે ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૬માં “સ્ટાર્ટઅપ ઇન્ડિયા”ની શરૂઆત બાદ પ્રથમ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) વર્ષ ૨૦૧૭માં કરવામાં આવી હતી. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આવતી કેટલીક અઘરી સમસ્યાઓના ઉકેલ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થઈ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન અને સમર્થન પુરું પાડવાના ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા સરકારની સંપુર્ણ માલિકીની સ્ટાર્ટઅપ ડેડીકેટેડ સરકારી કંપની “ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ” (i-Hub) નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન તરીકે સ્થાપના કરવામાં આવી છે.
રાજ્યના યુવાનોના ઇનોવેટીવ અને ઈન્ટેલેકચ્યુઅલ આઈડિયા સ્ટાર્ટઅપમાં પરિણમે તે માટે આ વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવતું અત્યાધુનિક i-Hub ભવનનું નિર્માણ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
આ i-Hub ના લોકાર્પણ પ્રસંગે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કોમ્પ્લેક્ષ અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે 1.50 લાખ ચોરસમીટર વિસ્તારમાં ઊભું કરવામાં આવ્યું છે. આ નવું બિલ્ડીંગ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પાંચ માળનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને એકસાથે ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
i-Hub દ્વારા સ્ટાર્ટઅપને શરૂઆતના તબક્કામાં ગો-ટુ-માર્કેટ સ્ટેજ પર મદદ રૂપ થઇ ‘આઈડિયાથી એન્ટરપ્રાઇઝ’ સુધીની તેમની સફરમાં ઇનોવેટર્સને પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાશે. રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા તમામ સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવા માટે જરૂરી સ્કીલ/નોલેજ/ટૂલ્સની સાથે કાનૂની, નાણાંકીય, તકનીકી, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ સહિતના મુદ્દે પદ્ધતિસરના માર્ગદર્શન-મદદ પૂરી પાડવાનું કાર્ય iHub મારફતે કરવામાં આવશે. ઇન્ક્યુબેશન, એક્સિલરેશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ લિન્કેજ કરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થનાર આ i-Hub કમ્પ્લેક્ષમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 12 થી વધુ ફ્લેગશીપ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.  આ સુવિધાઓમાં સ્ટાર્ટઅપ સૃજન, સ્ટાર્ટઅપ સાથી, સ્ટાર્ટઅપ સક્ષમ, સ્ટાર્ટઅપ માનક, સ્ટાર્ટઅપ માર્ટ, સ્ટાર્ટઅપ એન્ગેજ, સ્ટાર્ટઅપ સમર્થ, સ્ટાર્ટઅપ ક્લિનિક, સ્ટાર્ટઅપ ગ્રો, સ્ટાર્ટઅપ સ્ક્વેર, માઈન્ડ ટુ માર્કેટ વગેરે જેવા ફ્લેગશીપ સુવિધાઓનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં આઈ-હબની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અનેક ઉપલબ્ધિઓ હાંસલ થઈ છે, જેમાં 12 ફ્લેગશિપ પ્રોગ્રામ્સનું આયોજન, કેપેસિટી બિલ્ડીંગ દ્વારા 4 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક, વિવિધ ફ્લેગશિપ પહેલ દ્વારા 2300 જેટલા ઈનોવેટર્સને સપોર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 439 સ્ટાર્ટઅપ્સને ઈન્ક્યુબેશન સપોર્ટ, 264 ઈનોવેટર્સને ટેકો આપવા શૈક્ષણિક ભાગીદારી, 239 સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ માટે ફ્લેગશિપ પ્રોગ્રામ્સ હેઠળ માર્ગદર્શન, 52 ઈનોવેટર્સને માઈન્ટ-ટુ-માર્કેટ ઓપન ઈનોવેશન ચેલેન્જ હેઠળ ફંડિંગ અને માર્ગદર્શન, સ્ટાર્ટઅપ્સ માટે 210 મેન્ટિંગ સેશન્સ અને સ્ટાર્ટઅપ્સમાં 350 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ વગેરે જેવી અનેક ઉપલબ્ધિઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અને i-Hubના સંયુક્ત પ્રયાસથી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ રેન્કીંગ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. હવે આ નવા કોમ્પ્લેક્ષની શરૂઆતથી રાજ્યમાં ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ કલ્ચરને વધુ વેગ મળશે.
આ પણ વાંચો -- ગોંડલના 3 બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે ગણિતની મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામા ઝળક્યાં
Tags :
CM Bhupendra PatelGUJARAT GOVERMENTpm modiSTARTUP INDIA
Next Article