Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મકાન બુક કરાવવાના બહાને રૂ. 21 લાખ ખંખેરી લીધા, પકડાયા બાદ કોર્ટે સંભળાવી આ સજા

ભરૂચ શહેરમાં મકાન અપાવવાના બહાને નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી રૂપિયા 21 લાખ રોકડા ખંખેરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. રોકડા લીધા બાદ આરોપીએ મકાન અન્ય વ્યક્તિને વેચી આપી છેતરપિંડી કરતા આરોપીએ આપેલા પરત 21 લાખનો ચેક રિટર્ન થતા અને રૂપિયા...
મકાન બુક કરાવવાના બહાને રૂ  21 લાખ ખંખેરી લીધા  પકડાયા બાદ કોર્ટે સંભળાવી આ સજા

ભરૂચ શહેરમાં મકાન અપાવવાના બહાને નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી રૂપિયા 21 લાખ રોકડા ખંખેરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. રોકડા લીધા બાદ આરોપીએ મકાન અન્ય વ્યક્તિને વેચી આપી છેતરપિંડી કરતા આરોપીએ આપેલા પરત 21 લાખનો ચેક રિટર્ન થતા અને રૂપિયા નહીં ચૂકવતા ફરિયાદીએ ન્યાયની આશાએ ભરૂચની કોર્ટમાં રાવ નાખી હતી. જેમાં ભરૂચ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને 2 વર્ષની કેદ સાથે 60 દિવસમાં 21 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે.

Advertisement

રોકડા રૂપિયા લઇ કરી છેતરપિંડી

બનાવની મળતી માહિતી અનુસાર, સુરત ખાતે સરકારી નોકરી કરતા અને નિવૃત થયેલા શાહ જમાનખાન પઠાણનાઓ ભરૂચમાં મકાન ખરીદવા માટે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ મંહમદ લોટીયાએ મકાન પોતાનું આપવાના બહાને ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા લઇ મકાનના દસ્તાવેજ નહીં કરી આપી અન્ય વ્યક્તિને મકાન વેચી દેતા ફરિયાદીએ પોતાના 21 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. જેના બદલામાં આરોપી ઈબ્રાહીમ મંહમદ લોટીયાએ ફરિયાદીને 21 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં નાખવામાં આવતા બેંક એકાઉન્ટમાં ઓછી રકમના કારણે પરત ફર્યો હતો.

ભરૂચની કોર્ટમાં ફોજદારી રહે 138 મુજબ કેસ દાખલ કર્યો

ત્યારબાદ ફરિયાદીએ વારંવાર ઈબ્રાહીમ લોટીયા પાસે રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેઓએ રૂપિયા ચૂકવવાની દાનત ન હોવાનું ફલિત થતાં ફરિયાદીએ પોતાના રૂપિયા પરત મેળવવા માટે ભરૂચના મહિલા ધારાશાસ્ત્રી પારૂલબેન ઠાકર મારફતે ભરૂચની કોર્ટમાં ફોજદારી રહે 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જેની સુનવણીમાં ફરિયાદી તરફે પારૂલબેન ઠાકરે પુરાવા રજૂ કરવા સાથે ધારદાર દલીલ કરતા ભરૂચ કોટે આરોપી ઇબ્રાહીમ લોટીયાને 60 દિવસમાં 21 લાખ કોર્ટમાં જમા કરવા સાથે બે વર્ષની કેદ અને રૂપિયા જમા ન કરે તો વધુ એક મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે. જેના પગલે ખોટી રીતે રૂપિયા ખંખેરતા તત્વો ખળભળાટ મચી ગયો છે.

Advertisement

ઇબ્રાહિમ લોટિયાને 138 ના મોટા ભાગના કેસમાં સજા થઈ હોવાના અહેવાલ..?

ઇબ્રાહીમ લોટીયા અનેક લોકોને છેતર્યા હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. અને આઠથી વધુ 138 ના કેસમાં સજા પણ થઈ ચૂકી હોય તે માહિતી સાંપળી રહી છે. 138 ના કેસમાં સજા સાથે પ્રથમ આ કેસમાં 21 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો હુકમ થતા ઇબ્રાહીમ લોટીયા ફફડી ઉઠ્યો હોય તેવા અહેવાલો મળ્યા છે.

આ પણ વાંચો - Chimer Water Fall Gujarat: ચિમેર ધોધ ફરી જીવંત થયો, Gujarat Tourism મે કર્યો Tweet, જુઓ Video

Advertisement

આ પણ વાંચો – શૂન્યમાંથી સર્જન કરનારા ભુપેશભાઈ પ્રજાપતિએ કેટરિંગ બિઝનેસને આપી છે નવી ઓળખ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - દિનેશ મકવાણા

Tags :
Advertisement

.