SARANGPUR : કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાયો. હનુમાનજી દાદાને હીરા જડિત આભૂષણોના વાઘા પહેરાવ્યા હતા અને વહેલી સવારે આરતી બાદ દાદાની છડીને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને મારુતિ યજ્ઞ યોજાયો હતો....
05:17 PM Nov 11, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ
સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાયો. હનુમાનજી દાદાને હીરા જડિત આભૂષણોના વાઘા પહેરાવ્યા હતા અને વહેલી સવારે આરતી બાદ દાદાની છડીને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને મારુતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને વહેલી સવારથી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
ભારતીય હિંદુ સંસ્કૃતીમાં જ્યોતિષ શાસ્ત્રોનું ઘણું મહત્વ છે, તમામ શાસ્ત્રોના મત મુજબ ત્રણ રાત્રિનું ખુબજ મહત્વ હોય છે. જેમાં મહાશિવરાત્રિ, કુષ્ણપાર્ગટય અને કાળીચૌદશ, જેમાં આ રાત્રિમાં સ્વામિનારાયણ ભગવાનના કહ્યા મુજબ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. તાંત્રિકો માટે ખુબજ મહત્ત્વની અધ્યાત્મિક ઉન્નતી ઈચ્છતા અને સુખ સપ્તીને ઈચ્છતા લોકો માટે ખુબજ મહત્ત્વનું છે. કહેવાય છે કે, આ દિવસે દાદા તમામ ભૂત પ્રેત અને પતિત ઉપર દાદા એટલા બધા રાજી થાય છે અને આ બધાને પ્રસાદી આપી મુક્તિ આપે છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળગપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભજન હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે આજે હનુમાનજી દાદાને 6.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા આભૂષણો જે હીરા જડતી મોતીમાંથી બનેલા છે, તે સુવર્ણ વાઘા દાદાને પહેરાવામાં આવ્યા હતા અને વહેલી સવારથી મહા આરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો અને અન્નકૂટ પણ દાદાને ધરવામાં આવ્યો હતો.
દૂર-દૂરથી મોટી સંખ્યામાં હરિભકતોએ યજ્ઞમાં ભાગ લીધો હતો જ્યારે મંદિર તરફથી ભક્તો માટે જમવા, રહેવાની સુંદર સુવિધાઓ કરવામાં આવી હતી.
Next Article