Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તોનું ઘોડાપૂર ડાકોરના ઠાકોર ના દર્શને ઉમટ્યું

Dakor: આજે અષાઢી પૂર્ણિમા છે. આ દિવસને સદીઓથી ગુરૂ પૂર્ણિમા (Guru Purnima) તરીકે ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે, ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક સ્થાનો પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે ગુરૂ પૂર્ણિમા (Guru Purnima)ની દિવસે...
08:17 AM Jul 21, 2024 IST | VIMAL PRAJAPATI
Guru purnima 2024 - Dakor

Dakor: આજે અષાઢી પૂર્ણિમા છે. આ દિવસને સદીઓથી ગુરૂ પૂર્ણિમા (Guru Purnima) તરીકે ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે, ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક સ્થાનો પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે ગુરૂ પૂર્ણિમા (Guru Purnima)ની દિવસે ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગુરુ પૂર્ણિમા (Guru Purnima)એ ડાકોર (Dakor)ના ઠાકોરના દર્શને ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં ‘કૃષ્ણમ વંદે જગતગુરુ’ ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.

મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો

ગુરુપૂર્ણિમાએ ડાકોર (Dakor)ના ઠાકોરની મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતા. એટલું જ નહીં પરંતુ મોડી રાતથી દર્શન માટે રાહ જોઈને આતુર ભક્તોએ સવારે 5:15 ના અરસામાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. આ સાથે સાથે પગપાળા આવી પહોંચેલા ભક્તોનો થાક દર્શન કરતા જ ઉતસાહમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વહેલી સવારથી ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ થી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.

ડાકોરમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યું

નોંધનીય છે કે, દર વર્ષે ગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તો ઠાકોર જવાનું વધારે પસંદ કરતા હોય છે. જેના કારણે આજે ડાકોરમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યું હતું. એટલું જ નહીં પરંતુ કૃષ્ણમ વંદે જગતગુરુ ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા. આ સાથે સાથે ગુરુપૂર્ણિમા એ ડાકોરના ઠાકોરના મંગળા આરતી ના દર્શન નો લાહવો હજજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

આ પણ વાંચો: Surat : રાજ્યમાં દારૂબંધીનાં ધજાગરા ઉડાડતો વધુ એક Video વાઇરલ, 8 ઇસમોની ધરપકડ

આ પણ વાંચો: Bharuch : વિધર્મી પરિણીત યુવક હિંદુ યુવતીને ભગાડી ગયો, પોલીસની નિષ્ક્રિયા સામે પિતાની આત્મવિલોપનની ચીમકી!

આ પણ વાંચો: Rain in Gujarat : 174 જેટલા માર્ગ બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 45 નું રેસ્ક્યુ કરાયું

Tags :
DakorDakor NewsGuru PurnimaGuru purnima 2024Guru purnima 2024 - DakorGuru purnima 2024NewsGuru purnima NewsVimal Prajapapati
Next Article