Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : જૂનાગઢ શહેરમાં વાજતે ગાજતે ગણેશજીનું આગમન

અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢ શહેરમાં વાજતે ગાજતે ગણપતિનું આગમન ગણેશોત્સવની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહનો માહોલ  ગણેશ ચતુર્થીએ  લોકોએ વાજતે ગાજતે ભગવાન ગણપતિની સ્થાપના કરી ઢોલ શરણાઈ અને ભક્તિભાવ સાથે થઈ ભગવાન ગણપતિ સ્થાપના ગણેશોત્સવ માટે મનપા દ્વારા વિસર્જન કુંડ તૈયાર...
junagadh   જૂનાગઢ શહેરમાં વાજતે ગાજતે ગણેશજીનું આગમન
અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ
  • જૂનાગઢ શહેરમાં વાજતે ગાજતે ગણપતિનું આગમન
  • ગણેશોત્સવની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહનો માહોલ 
  • ગણેશ ચતુર્થીએ  લોકોએ વાજતે ગાજતે ભગવાન ગણપતિની સ્થાપના કરી
  • ઢોલ શરણાઈ અને ભક્તિભાવ સાથે થઈ ભગવાન ગણપતિ સ્થાપના
  • ગણેશોત્સવ માટે મનપા દ્વારા વિસર્જન કુંડ તૈયાર કરાયો
  • લોકો ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરે તેવી મનપાની અપીલ
જૂનાગઢ શહેરમાં વાજતે ગાજતે ગણપતિનું આગમન થયું હતું. આજે ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશોત્સવની શરૂઆત થાય છે અને ભાદરવા સુદ ચૌદશ અનંત ચૌદશના દિવસે ગણેશ વિસર્જન થાય છે.  ગણેશ ચતુર્થી થી શરૂ થયેલા ગણેશોત્સવની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ઢોર શરણાઈ અને ભક્તિભાવ સાથે વાજતે ગાજતે ગણપતિની સ્થાપના કરી હતી. શહેરમાં ઠેર ઠેર ગણેશોત્સવને લઈને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો અને ગણપતિના જયજયકાર સાથે ગણેશોત્સવની શરૂઆત થઈ હતી.
ચિંતામણી ગણેશ મંદિરમાં ગણેશોત્સવનો પ્રારંભ
જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે આવેલ ચિંતામણી ગણેશ મંદિરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. ચિંતા હરનાર ભગવાન ચિંતામણી ગણેશજીની વિધિ વિધાન પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી,. પવિત્ર દામોદર કુંડ ખાતે આવેલ ચિંતામણી ગણેશ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે,. જીલ્લાના સૌથી પુરાતન ગણપતિ મંદિર પૈકીનું એક ચિંતામણી ગણેશ મંદિરનું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ગણેશ ચતુર્થીના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ગણેશ મંદિરમાં દર્શનાર્થે આવે છે.
બપોરના સમયે ગણેશ સ્થાપન
ગણેશોત્સવનો પ્રારંભ થતાં જ સવારે ગણેશજીની મૂર્તિની ખરીદી બાદ બપોરના સમયે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું, શહેરની નિલકમલ સોસાયટી ખાતે પ્રથમવાર ગણેશ સ્થાપના કરવામાં આવી, લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને વાજતે ગાજતે ગણપતિનું સ્થાપન આરતી અને ગણપતિને પ્રિય એવા મોદકનો થાળ ધરવામાં આવ્યો હતો.
ભવનાથ ખાતે ગણેશ મહોત્સવ નિમિતે અસ્થાયી વિસર્જન કુંડ તૈયાર
ગણેશ વિસર્જન  સમયે બનતાં અકસ્માત નિવારવા અને પ્રદુષણ નિયંત્રણ તથા લોકોની આસ્થા પણ જળવાઈ રહે તે હેતુ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ ખાતે ગણેશ મહોત્સવ નિમિતે અસ્થાયી વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અસ્થાયી વિસર્જન કુંડ માં અંદાજે બે થી અઢી હજાર ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જન કુંડમાં પવિત્ર દામોદર કુંડ, મૃગી કુંડ અને નારાયણ ધરાનું પાણી ભરવામાં આવે છે જેથી લોકોની ધાર્મિક લાગણી જળવાઈ રહે. કુંડની ખાસ કોઈ ઉંડાઈ હોતી નથી તેથી વિસર્જન સમયે ડૂબી જવાનો કોઈ ભય રહેતો નથી. તિર્થજલ સમર્પિત કરીને આ કુંડને પવિત્ર કરવામાં આવે છે ત્યારબાદ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, મેયર ગીતાબેન પરમાર તથા ગિરનારક્ષેત્રના સાધુ સંતો, સ્થાનિક કોર્પોરેટર અને મનપાના અધિકારીઓની ઉપસ્થિતીમાં ગણેશ વિસર્જન કુંડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગણેશોત્સવ દરમિયાન સતત 24 કલાક આ કુંડ ખુલ્લો રહે છે જેથી લોકો ગમે ત્યારે અહીં આવીને ગણેશ વિસર્જન કરી શકે છે, મનપા દ્વારા કુંડમાં જતી વખતે લાઈફ ગાર્ડ જેકેટની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે ખાસ કરીને ગણેશ વિસર્જન સમયે ડૂબી જવાની ઘટના નિવારવા તથા તિર્થક્ષેત્રોને પ્રદુષણથી બચાવવા મનપા દ્વારા અસ્થાયી વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.