Ahmedabad: ‘15 ઓગસ્ટ હું બ્લાસ્ટ કરીશ’ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન
- અમદાવાદ પોલીસને મળ્યો બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ
- ધમકી ભર્યો ફોન બાબતે અમદાવાદ પોલીસને મળતા પોલીસ થઈ સતર્ક
- તપાસને અંતે ફોન કરનાર વ્યક્તિની કરવામાં આવી ધરપકડ
Ahmedabad: આગામી 15 ઓગસ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ઓગસ્ટને ળઈને અમદાવાદ (Ahmedabad)માં બ્લાસ્ટની ઘમકીનો ફોન આવ્યો હતો છે. નોંધનીય છે કે, પોલીસ કંટ્રોલ રૂમમાં બ્લાસ્ટ કરવાની ઘમકીનો ફોન આવ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે, અત્યારે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. વિગતો એવી સામે આવી છે કે, ફોન કરનાર વ્યક્તિ અભ્યાસમાં ફેલ થતા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. અભ્યાસમાં ગ્રેજ્યુએશન કરે છે કે, ‘15 ઓગસ્ટ હું બ્લાસ્ટ કરીશ’ તેવો ફોન આવ્યો હતો.
આ પણ વાંચો: Bhuj: ગળે ફાંસો ખાઈ શિક્ષિકાઓ પોતાની જીવનલીલા સંકેલી, જાણો શું હતું કારણ...
ગણતરીના સમયમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો
નોંધનીય છે કે, આવી રીતે પહેલા પણ ધમકીભર્યા ફોન આવેલા છે. જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. અત્યારે ધમકીનો કોલ આવ્યો એટલે પોલીસ પોતાની તપાસ શરૂ કરી નાખી હતી અને અમદાવાદ (Ahmedabad) શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે, આરોપી અસ્થિર મગજનો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેને માઈન્ડ પ્રોપર નથી.
આ પણ વાંચો: Ahmedabad: સગીર બાળકો કરી રહ્યા છે દારૂની હેરાફેરી, બોડકદેવ પોલીસે એક છોકરાની કરી ધરપકડ
પોલીસે અરિહંત જૈન નામના વ્યક્તિની કરી ધરપકડ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે જ્યારે આ બાબતે તપાસ કરી ત્યારે આરોપી કાંકરિયા અરિહંત જૈન નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં થોડી ચોંકવાનારી વિગતો સામે આવી હતી. જો કે, પોલીસ અત્યારે આગળની તપાસ કરી રહી છે, આ સાથે સાથે વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહીં છે.
આ પણ વાંચો: Hasmukh Patel : LRD પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે સકંજો, 37 ઉમેદવાર ગેરલાયક, ફટકારાઈ આ સજા!